Sep 12, 2017

હા યાદ છે - Rajnikant Kotecha


હા યાદ છે ...

એ માં નાં હાથ નો બાજરી નો રોટલો ...
મીઠી માખણ નિતરતી છાસ ...
ને લસુણી ચટણી ...
ગોળ તણો એ ગાંગડો- ઘી થી નિતરતો ..

દાદી ના પ્રેમ તણા હાથ થી...
ભોજન તણી થાળી માં ...
સ્નેહ પણ પીરસાતો ...

હતું તો ખાણું એ ગામઠી ...
પણ દિલ થી કહું તો ...
રજવાડું પણ લજવાતું ...

હા યાદ છે ...

આજે પણ બધું જ છે ...

એ માં નાં હાથ નો બાજરી નો રોટલો ...
મીઠી માખણ નિતરતી છાસ ...
ને લસુણી ચટણી ...

ગોળ તણો એ ગાંગડો- ઘી થી નિતરતો ..

પણ ..

કઈંક ...

પણ ...

કઇંક ...

દાદી ના પ્રેમ તણા હાથ થી...
ભોજન તણી થાળી માં ...
સ્નેહ પણ પીરસાતો ... ... ...


બા ... બા ... બા ...


ભોજન તણી થાળી માં
અશ્રુ-સ્નેહ ની ભિનાશ ...

       :- (લાલીયો) રજનીકાંત કોટેચા

Read More