ૐ તત્સત શ્રીનારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું,
સિધ્ધ-બુધ્ધ તું, સ્કંદ વિનાયક
સવિતાપાવક તું,
બ્રહ્મમધ્ય તું,
યહ્વશક્તિ તું,
ઇસુપિતા પ્રભુ તું,
રૂઢ્રવિષ્ણુ તું,
રામકૃષ્ણ તું,
રહીમ તાઓ તું
વાસુદેવ ગૌ વિશ્વરૂપ તું,
ચિતાનંદ હરિ તું,
અદ્વિતીય તું, અકાલ નિર્ભય
આત્મલિંગ શિવ તું,
ૐ તત્સત શ્રીનારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું.