ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
હે લેરીડા....2, હરણુ આથમી રે હાલાર શે‘રમાં અરજણિયા.
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
હે લેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા...
ચાંદો ઊગ્યો ચોકમાં
ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
હે લેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા...
ચાંદો ઊગ્યો ચોકમાં
ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં...2
હે લેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા...
ચાંદો ઊગ્યો ચોકમાં
પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા...2
હે લેરીડા, પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા...
ચાંદો ઊગ્યો ચોકમાં
તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
હે લેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા...
ચાંદો ઊગ્યો ચોકમાં
No comments:
Post a Comment