Aug 24, 2016

જિંદગીનો સરળ સીધો પરિચય -સૈફ પાલનપુરી, Zindagi no aa saral sidho parichay chhe


અમારી જિંદગીનો  સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.



તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
 મારું મનઘણાં વર્ષોથી મારામાં  તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફસાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો  સુરાલય છે.

-સૈફ પાલનપુરી


 More Gazal