Aug 21, 2016

Dikri to parki Thapan kevay દીકરીતો પારકી થાપણ કહેવાય Lagna Geet


બેના રે.....
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય

દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે..
તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે..
રામ કરે સુખ તારું કોઈ દિ
નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય....