He Karuna na karnara ... હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી
હે કરૂણા ના કરનારા,
તારી કરૂણાનો કોઇ પાર નથી
હે સંકટના હરનારા,
તારી કરૂણાનો કોઇ પાર નથી.
મારા પાપ ભર્યા છે એવાં,
તારી ભૂલ્યો કરવી સેવા ... (2)
મારા પાપોનાં ભૂલનારા,
તારી કરૂણાનો કોઇ પાર નથી.
હે પરમકૃપાળુ વ્હાલા,
મેં પીધાં વિષનાં પ્યાલા ... (2)
વિષને અમૃત કરનારા,
તારી કરૂણાનો કોઇ પાર નથી.
હું અંતરમાં થઇ રાજી,
ખેલ્યો છું અવળી બાજી ... (2)
અવળી સવળી કરનારા,તારી
કરૂણાનો કોઇ પાર નથી.
ભલે છોરું ક છોરું થાયે,
તોયે તું માવતર કહેવાયે ... (2)
મીઠી છાયા દેનારા,
તારી કરૂણાનો કોઇ પાર નથી.
મને જડતો નથી કિનારો,
મારો ક્યાંથી આવે આરો ... (2)
મારા સાચા ખેવનહારા,
તારી કરૂણાનો કોઇ પાર નથી.
મારું જીવન છે ઉદાસી,
તારે ચરણે લે અવિનાશી ... (2)
રાધાનું દિલ હરનારા,
તારી કરૂણાનો કોઇ પાર નથી.