Aug 24, 2016

શિર પર તવાઈ છે -‘શૂન્ય’ પાલનપુરી, Sir par Tavai chhe


દિલમાં કોઈના પ્યારની જ્વાળા લપાઈ છે,
ઓ કાળ! સાવધાન કે શિર પર તવાઈ છે!



મિત્રો ! હતા એ શત્રુ ! થયાની વધાઈ છે!
ઓ મન ! ઉમંગે નાચ ! કે બેડી કપાઈ છે!

હોડી ! નું ડૂબવું ! અને તોફાન ! નું શમન!
એ તો ખુદાઈ ! ઢંગ !ની એક નાખુદાઈ છે.

મારી ને ઠેકડા !!! અમે પહોંચીશું !! મંઝિલે,
શક્તિ ! અગાધ છે, ભલે પાંખો ! કપાઈ છે.

છે કંટકો !!! નાં ઝૂમખાં ફૂલો ના સ્વાંગમાં !
ઉપવન ! મહીં વસંત ! ની કેવી ઠગાઈ છે.

સસ્તામાં ઓ જમાના આ સોદો નહીં પતે,
મારું સ્વમાન !! મારા યુગો ! ની કમાઈ છે.

ખુદ ! કાળ ! એને શૂન્ય ! ખસેડી નહીં શકે !
પ્રેમાંગણે !! હ્રદય ! ની જે ખાંભી રચાઈ છે.

-‘શૂન્ય’ પાલનપુરી


 More Gazal