ચાલ ને થોડું રમી લઈએ ...
ઝીંદગી થોડી માણી લઈએ ...
ઝીંદગી થોડી માણી લઈએ ...
આમ તો તું ને હું એ બે છીએ ...
સૃષ્ટિ તણો રસ ને રાગ છીએ ...
સૃષ્ટિ તણો રસ ને રાગ છીએ ...
જો તું રાધા તો એમ કાન હો ગોપી,
રીસ ને અવકાશ ક્યાં આ નિઃશબ્દ પ્રેમ માં,
રીસ ને અવકાશ ક્યાં આ નિઃશબ્દ પ્રેમ માં,
સંગ છે આપનો તો તરીશ હું સાગર,
તમ વિણ તો નાવ ને હું શું કરૂ ?
તમ વિણ તો નાવ ને હું શું કરૂ ?
વિશ્વાસ નાવ તું જો લાવ ...
ના રહે ઝીંદગી માં તાજા કોઈ ઘાવ,
ના રહે ઝીંદગી માં તાજા કોઈ ઘાવ,
મરહમ છે કોઈ પણ ઘાવ પર,
તારી પાપણ નું એક બુંદ પણ જો મળે,
તારી પાપણ નું એક બુંદ પણ જો મળે,
આપણે જવાનું છે ગગનધણી ના ગામ માં,
ત્યારે ગગનધણી પુછશે, ચાલ થોડું ભાતું ભરી લઈએ ...