Aug 24, 2016

Gujarati Gazal: Tari udas Ankh ma sapna bhari shaku- તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું


તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું,
મારું ગજું નથી કે તને છેતરી શકું…


મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં,
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું…

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે,
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં?
કહેવાને આમ સાત સમંદર તરી શકું…

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ,
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું


 More Gazal