આ ડાળ-ડાળ જાણે કે રસ્તા વસંતનાં, ફુલો એ બીજું કાંઇ નથી પગલાં વસંતના...
વસંતપંચમી એ વિદ્યાની દેવી સરસ્વતીમા ની કૃપા મેળવવાનો ઉત્તમદિવસ છે. લોકો પોતાનાં નાનકડા બાબા-બેબીને પણ શાળાએ ભણવા મુકે છે. આજે તમામ પ્રકારનાં શુભકાર્યો કરવાથી અચુક અને ઉત્તમ સફળતા મળે છે તેવું જયોતિષવિદોનું માનવું છે.
બ્રહ્મવૈવર્ત પુરાણના આધાર પ્રચલિત કથા અનુસાર શ્રી કòષ્ણે સરસ્વતી પર પ્રસન્ન થઈને આપેલા વરદાન ‘વસંતપંચમી’ના દિવસે તમારી આરાધના થતી રહેશે. ‘તે વરદાન સ્વરૂપ
વસંતપચંમીના દિવસે વેદ અઘ્યયન અને સરસ્વતીદેવીની આરાધના-પૂજનનું વિધાન છે
વસંત પંચમીના દિવસે જુદી જુદી જ્ઞાતિ દ્વારા સમૂહલગ્નો પારીવારીક લગ્નો, વેવિશાળ, ઉદ્ઘાટન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાય છે
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
કૃષ્ણએ કહ્યું હતું'ઋતુઓમાં વસંત હું જ છું'

No comments:
Post a Comment