Jul 8, 2016

શિવાજીને નીંદરું ના’વે માતા જીજીબાઇ ઝુલાવે


આભમાં ઊગેલ ચાંદલોને જીજીબાઇને આવ્યાં બાળ રે ()
બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે
શિવાજીને નીંદરું નાવે માતા જીજીબાઇ ઝુલાવે.


પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દિથી,
ઊડી એની ઊંઘ તે દિથી….
શિવાજીને



પોઢજો રેમારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે
સૂવાટાણું ક્યાંય  રહેશે….
શિવાજીને



ધાવજો રેમારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીંરણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..
શિવાજીને



પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં નાશે 
:ઢાંકણ તે દિ’ ઢાલનું થાશે….
શિવાજીને



ઘૂઘરાધાવણીપોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દિ’ તારે હાથ રેવાની
રાતી બંબોળ ભવાની….
શિવાજીને



લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દિ’ તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવાબાપા….
શિવાજીને



આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દિ’ તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….
શિવાજીને



આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પો –
તે દિ’ કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..
શિવાજીને… 



આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દિ’ તારી વીરપથારી
પાથરશે વીશ-ભુજાળી……
શિવાજીને… 



આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દિ’ તારે શિર ઓશીકાં
મેલાશે તીર-બંધૂકા….
શિવાજીને



સૂઈ લેજેમારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ –
જાગી વ્હેલો આવબાળુડા !
માને હાથ ભેટ બંધાવા….
શિવાજીને



જાગી વ્હેલો આવજેવીરા !ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું નાવે 
માતા જીજીબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

No comments:

Post a Comment