તારલા શોધી રહ્યા છે મારી આંખોનું શરણ.
એમને પણ જિંદગીભરનું મળ્યું છે જાગરણ.
પાપ કીધાં છે પરંતુ હું નહીં શોધું શરણ,
ઘેર બેઠાં શક્ય છે ગંગાનું જ્યારે અવતરણ !
બંધ આંખો જોઈ ઘૂંઘટ ખોલનારા ભૂલ થઈ,
હોય ના કૈં પારદર્શક પાંપણોનું આવરણ.
દિલ અને દુનિયા ઉભયને આપનો આધાર છે,
બેઉ પલ્લાં છે બરાબર શું કરું વર્ગીકરણ?
પાંપણેથી જાગતું મન જોઈને પાછી ફરી,
ઊંઘ આવી’તી બિચારી ચોરવા તારું સ્મરણ.
આ સનાતન ખોજની દ્વિધા ટળે પળવારમાં,
મારી દ્રષ્ટિએ જો સ્પર્શે આપનાં દુર્લભ ચરણ.
શુષ્ક આંખો જોઈ મારી લાગણી માપો નહીં,
દિલને ભીંજવવામાં ખૂટી જાય છે અશ્રુઝરણ.
-‘શૂન્ય’ પાલનપુરી
More Gazal
એમને પણ જિંદગીભરનું મળ્યું છે જાગરણ.
પાપ કીધાં છે પરંતુ હું નહીં શોધું શરણ,
ઘેર બેઠાં શક્ય છે ગંગાનું જ્યારે અવતરણ !
બંધ આંખો જોઈ ઘૂંઘટ ખોલનારા ભૂલ થઈ,
હોય ના કૈં પારદર્શક પાંપણોનું આવરણ.
દિલ અને દુનિયા ઉભયને આપનો આધાર છે,
બેઉ પલ્લાં છે બરાબર શું કરું વર્ગીકરણ?
પાંપણેથી જાગતું મન જોઈને પાછી ફરી,
ઊંઘ આવી’તી બિચારી ચોરવા તારું સ્મરણ.
આ સનાતન ખોજની દ્વિધા ટળે પળવારમાં,
મારી દ્રષ્ટિએ જો સ્પર્શે આપનાં દુર્લભ ચરણ.
શુષ્ક આંખો જોઈ મારી લાગણી માપો નહીં,
દિલને ભીંજવવામાં ખૂટી જાય છે અશ્રુઝરણ.
-‘શૂન્ય’ પાલનપુરી
More Gazal