Feb 28, 2015

Success-ડગ માંડતા જાવ, સફળતા મળતી જશે

કાર્ય સિદ્ધ થશે કે નહીં તે વિશે શંકા હોય ત્યારે કાર્ય શરૂ ન કરવું એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે, પણ એક વાર કામ શરૂ કર્યા પછી તો આરંભાયેલા કામને પૂરું કરવું એ જ સર્વસ્વ હોવું જોઇએ.
પ્રારંભ કરશો તો તમારો હાથ જ સ્વયં ભગવાન છે, તે દરેક કાર્યો કરવા સમર્થ છે.

જરૂર છે માત્ર તે કાર્ય માટે ડગ માંડવાની. કાર્યને સફળ કરવા વચનબદ્ધતા, દૃઢ વિશ્વાસ અને ધૈર્ય તમારા વ્યક્તિત્વમાં લાવો. મહાન સિદ્ધિ ત્યારે જ મળે જ્યારે તમે નાનાં નાનાં કામને પણ મહાન કામની રીતે કરતા હોય. કાર્ય, પરિશ્રમ, સફળતા, મહાનતા અને સન્માન બધું તમારી અંદર જ છે.
તમને ખ્યાલ હોવો જોઈએ કે કયું કાર્ય કરવાથી શ્રેષ્ઠતા મળશે. જેમ આરસના પડેલા ટુકડામાં મુર્તિકારને મુર્તિ દેખાય છે તેમ તમને તમારું કાર્ય જ દેખાવું જોઇએ.
પથ્થરમાં મુર્તિ છે જ પણ તેને જોવાની દૃષ્ટિ હોવી જોઈએ તેમ તમારા કામમાં સફળતા છે જ બસ તેને કંડારવાની શક્તિ તમારામાં હોવી જોઇએ.
તક કામ વગર નથી મળતી પણ દરેક કામમાં એક તક ચોક્કસ હોય છે. અંગ્રેજી સાહિત્યમાં જેમનું નામ આદર-સન્માનથી લેવામાં આવે છે તેવા ઇંગ્લેન્ડના સેમ્યુઅલ જોન્સન એવું કહેતાં કે જે તક મળી હોય એને સોનેરી સમજી સ્વીકારી-સુધારી લેવી અને જે કંઇ મળ્યું છે એમાં સંતોષ માનવો એ જ જીવનની મહાન સફળતા છે. એટલે જ તો જીવનને સફળ કેમ બનાવવું એ પણ આવડત જ છે

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો-

Sandesh

No comments:

Post a Comment