Mar 21, 2025

સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તાર પ્રચલિત ભૌગોલિક નામ

લોક સાહિત્ય અને લોક વ્યવહારમાં સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તાર પ્રચલિત ભૌગોલિક નામ  

• ખંભાતબારું: દક્ષિણ ગુજરાત અને ભાલની વચ્ચેની ખાડી અને ઉપરનો વિસ્તાર

• ઘોઘાબારું : ભાવનગરથી તળાજાનો વિસ્તાર

• વાળાંક: ભાવનગરથી મહુવા સુધીનો કાંઠો

• ગોહીલવાડ: ભાવનગર નો અંદર નો વિસ્તાર 

• નાઘેર: ઊનાથી સોમનાથનો કાંઠાને અડતો વિસ્તાર

• ઘેડ: સોમનાથથી માધવપુરનો કાંઠાળને અડતો વિસ્તાર

• બરડો: પોરબંદર ફરતો વિસ્તાર

•બારાડી: જામકલ્યાણપુર, ભાટિયા, લાંબાથી ભાણવડ સુધીનો વિસ્તાર

•હાલાર: જામનગર જિલ્લાનો બારાડી સિવાયના વિસ્તાર

•ઓખામંડળ: પોરબંદરથી દ્વારકા અને ઓખાનો કાંઠાનો વિસ્તાર

• સોરઠ: ગિરનારની ફરતાં બાવન ગાવનો વિસ્તાર

• ખારો પાટ: અમરેલી-લીલિયાનો વિસ્તાર

• ગીર: ખાંભા, બગસરા, જૂનાગઢ અને ઊનાની વચ્ચેનો વન વિસ્તાર

•કાઠિયાવાડ: રાજકોટ નો જેતપુર,ગોંડલ, અમરનગર, દેરડી, કુંકાવાવ, વડીયા , વસાવડ, નીચલો ભાદરકાંઠો

•ભાલ: ધંધુકા, ધોળકા, બરવાળાનો વિસ્તાર

• પંચાળ: જસદણ, બોટાદ, વીંછિયા, ચોટીલા, મૂળી, બાબરા

• ઠાંગો: ચોટીલા, થાનનો ડુંગરાળ વિસ્તાર

• ઝાલાવાડ: સુરેન્દ્રનગર જીલ્લા નો મૂળી, લખતર, વઢવાણ, હળવદનો વેરાન વિસ્તાર

•મજો કાંઠો: મોરબી અને વાંકાનેરનો મચ્છુ કાંઠો

• નળકાંઠો: વિરમગામ - બહુચરાજીનો વિસ્તાર

• વઢિયાર: સમી, રાધનપુર અને વારાહીનો વિસ્તાર

•જતવાડો: વારાહી, દસાડા, પાટડી- બજાણાથી માળિયાં સુધીનાં ચોવીસ ગામનો વિસ્તાર (જતવાડ ચોવીસી) 

• વાગડ: સાંતલપુર થી રાપર અને ભચાઉનો વઢિયાર અને કચ્છને જોડતો વિસ્તાર

• કચ્છડો: ભચાઉ થી ભૂજ, માંડવી,નલીયા, નખત્રાણા  અને ઉતર કચ્છ નો રણ વિસ્તાર.

Feb 24, 2025

Pela Pela Jug ma rani ... પેલા પેલા જુગમા રાણી

પે’લા તે પે’લા જુગમા રાણી,

તુ હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં

હોજી રે અમે રે પોપટ રાજા રામનાં.

ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે
સૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
તોયે ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં


હે… બીજા-બીજા જુગમાં રાણી,
તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,
મધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો
પડતાં છાંડ્યા મારા પ્રાણ રાણી પીંગળા
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
તોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે….ત્રીજા ત્રીજા જુગમા રાણી
તું હતી બ્રાહ્મણીને અમે રે તપેશ્વર રાજા રામના
ખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે,
ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
તોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

ચોથા ચોથા જુગમા રાણી
તું હતી પીંગળા ને અમે રે ભરતરી રાજા રામનાં
હે…. ચાર ચાર યુગમાં વાસ હતોને
તોય ના હાલી મારી સાથ રણી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં