લોક સાહિત્ય અને લોક વ્યવહારમાં સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તાર પ્રચલિત ભૌગોલિક નામ
• ખંભાતબારું: દક્ષિણ ગુજરાત અને ભાલની વચ્ચેની ખાડી અને ઉપરનો વિસ્તાર
• ઘોઘાબારું : ભાવનગરથી તળાજાનો વિસ્તાર
• વાળાંક: ભાવનગરથી મહુવા સુધીનો કાંઠો
• ગોહીલવાડ: ભાવનગર નો અંદર નો વિસ્તાર
• નાઘેર: ઊનાથી સોમનાથનો કાંઠાને અડતો વિસ્તાર
• ઘેડ: સોમનાથથી માધવપુરનો કાંઠાળને અડતો વિસ્તાર
• બરડો: પોરબંદર ફરતો વિસ્તાર
•બારાડી: જામકલ્યાણપુર, ભાટિયા, લાંબાથી ભાણવડ સુધીનો વિસ્તાર
•હાલાર: જામનગર જિલ્લાનો બારાડી સિવાયના વિસ્તાર
•ઓખામંડળ: પોરબંદરથી દ્વારકા અને ઓખાનો કાંઠાનો વિસ્તાર
• સોરઠ: ગિરનારની ફરતાં બાવન ગાવનો વિસ્તાર
• ખારો પાટ: અમરેલી-લીલિયાનો વિસ્તાર
• ગીર: ખાંભા, બગસરા, જૂનાગઢ અને ઊનાની વચ્ચેનો વન વિસ્તાર
•કાઠિયાવાડ: રાજકોટ નો જેતપુર,ગોંડલ, અમરનગર, દેરડી, કુંકાવાવ, વડીયા , વસાવડ, નીચલો ભાદરકાંઠો
•ભાલ: ધંધુકા, ધોળકા, બરવાળાનો વિસ્તાર
• પંચાળ: જસદણ, બોટાદ, વીંછિયા, ચોટીલા, મૂળી, બાબરા
• ઠાંગો: ચોટીલા, થાનનો ડુંગરાળ વિસ્તાર
• ઝાલાવાડ: સુરેન્દ્રનગર જીલ્લા નો મૂળી, લખતર, વઢવાણ, હળવદનો વેરાન વિસ્તાર
•મજો કાંઠો: મોરબી અને વાંકાનેરનો મચ્છુ કાંઠો
• નળકાંઠો: વિરમગામ - બહુચરાજીનો વિસ્તાર
• વઢિયાર: સમી, રાધનપુર અને વારાહીનો વિસ્તાર
•જતવાડો: વારાહી, દસાડા, પાટડી- બજાણાથી માળિયાં સુધીનાં ચોવીસ ગામનો વિસ્તાર (જતવાડ ચોવીસી)
• વાગડ: સાંતલપુર થી રાપર અને ભચાઉનો વઢિયાર અને કચ્છને જોડતો વિસ્તાર
• કચ્છડો: ભચાઉ થી ભૂજ, માંડવી,નલીયા, નખત્રાણા અને ઉતર કચ્છ નો રણ વિસ્તાર.