Aug 19, 2016

આ ભાર નથી, ભાઇ છે મારો

શૈલેષભાઈ સગપરીયા ના ફેસબુક વોલ પર સરસ મજાની વાત વાંચવા મળી ...
વાત ને શેર કરવાનું રોકી ના શકયો ...

એક પર્વતિય વિસ્તારમાં નાની એવી એક છોકરી પોતાની કાંખમાં એક નાના બાળકને તેડીને તળેટીમાંથી ઉપરના ભાગ તરફ જઇ રહી હતી.
ઢોળાવ ચઢવામાં એને ખુબ જ તકલીફ પડી રહી હતી.
એક તો નાની ઉંમર એમા પણ એક તંદુરસ્ત બાળકનો ભાર અને પાછું પર્વતનું ચઢાણ ચઢવાનું.
એ હાંફતા હાંફતા આગળ વધી રહી હતી.
આ વિસ્તારમાં ફરવા માટે આવેલા એક વડીલે આ દ્રશ્ય જોયું એટલે એનાથી ના રહેવાયુ એ પેલી છોકરી પાસે ગયા અને છોકરીને પુછ્યુ કે “બેટા આ બાળકને લઇને ક્યાં જાય છે ?” છોકરીએ કહ્યુ, “ દાદા,  આ પર્વતના ઉપરના ભાગમાં મારું ઘર છે અને હું મારા ભાઇને લઇને મારા ઘરે જાવ છું”

પેલા વડીલે પુછ્યુ , " બેટા , તારી ઉંમર બહું જ નાની છે.
તે તેડેલું આ નાનું બાળક બહુ વજનદાર દેખાય છે.
તને આ બાળકનો ભાર નથી લાગતો ?"
વડીલનો પ્રશ્ન સાંભળીને છોકરી તો એકદમ ખડખડાટ હસી પડી.
છોકરીને હસતા જોઇને વડીલને આશ્વર્ય થયુ એટલે એણે એ છોકરીને પુછ્યુ, “ બેટા, કેમ આટલી બધી હસે છે ?”

છોકરીએ હસતા હસતા જ પેલા વડીલને કહ્યુ , " શેઠ , આ ભાર નથી, ભાઇ છે મારો વાલો વાલો ભઇલો છે. "

જેના માટે ભાઇ ક્યારેય ભાર નથી હોતો એનું નામ બહેન.

:- From the facebook wall of shailesh sagpariya

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...