Aug 19, 2016

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ


ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલચાંદો ઊગ્યો ચોકમાં
હે લેરીડા....2, હરણુ આથમી રે હાલાર શેરમાં અરજણિયા.

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલઝાંપે તારી ઝૂંપડી
હે લેરીડાઆવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા... 
ચાંદો ઊગ્યો ચોકમાં

ગાયું તારી ગોંદરે ઘાયલગાયું તારી ગોંદરે
હે લેરીડાવાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા... 
ચાંદો ઊગ્યો ચોકમાં

ભેંસું તારી ભાલમાં ઘાયલભેંસું તારી ભાલમાં...2
હે લેરીડાપાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા... 
ચાંદો ઊગ્યો ચોકમાં

પાવો તું વગાડમા ઘાયલપાવો તું વગાડમા...2
હે લેરીડાપાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા... 
ચાંદો ઊગ્યો ચોકમાં

તારે ને મારે ઠીક છે ઘાયલતારે ને મારે ઠીક છે
હે લેરીડાઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા... 
ચાંદો ઊગ્યો ચોકમાં

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...