Apr 4, 2018

સફળતાનો સંતોષ- બક્ષીનામા- ચંદ્રકાંત બક્ષી

દુનીયામાં 2 પ્રકારના લોકોને ઈશ્વર એ બનાવ્યા છે..

એક એવા કે જેમને ઈશ્વરે 2 બટન આપ્યા છે..કમાવવાનું અને વાપરવાનું..

અને એક એવા કે જેમને માત્ર કમાવવાનું જ આપ્યું છે..વાપરવાનું નહીં..

અને એ લોકો માટે ચન્દ્રકાન્ત બક્ષીએ બહુ જ સરસ લખ્યું છે. - " ઈશ્વર બહુ મોટો કમ્યુનીસ્ટ છે દોસ્ત, દરેકને ગણીને ૨૪ કલાક આપી દીધા છે - એક વર્ષનું બાળક હોય કે કરોડપતિ બુઢ્ઢો હોય. જેમ વાપરવા હોય તેમ આ કલાકો અને દિવસો વાપરો. કેટલાક ચોવીસમાંથી ચૌદ કલાક ધંધા માટે વાપરે છે અને સફળતાનો સંતોષ માને છે. અને પીસ્તાલીશમાં વર્ષે એકાએક ભાન આવે છે કે બાળપણ, કુમારાવસ્થા, જવાની બધું ખોવાઈ ગયું. ઈશ્વર દરેકને બધું જ આપે છે. બાળપણ આપ્યા વિના કોઈને જવાની આપતો નથી. પણ આપણને આપણે માનેલી સફળતાની પાંખો પર બેસીને બુઢાપા તરફ ઉડી જવું છે. પછી બધું યાદ આવે છે, ને પાછળ રહી ગયું એ બધું - અને પછી આપણા ધમપછાડા, બાલીશ ચેષ્ટાઓ, હાસ્યાસ્પદ, દયાજનક કોશિશો, જિદ્દ... આપણી જવાની બતાવ્યા કરવાની, સાબિત કરવાની, આખું જીવન બદ્દ્સુરત, વિકલાંગ બની જાય છે. સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી. એ વિષકન્યા છે. આખો માણસ અંદરથી ખવાઈ જાય છે. અને બહારથી ખોવાઈ જાય છે."
બક્ષીનામા- ચંદ્રકાંત બક્ષી.

"મારી ઈમાનદારીને કારણે
મારું મન વિપરીત સ્થિતિમાં પણ શાંત રહી શકતું હોય,
હું ખડખડાટ હસી શકતો હોઉં અને ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં,
મને ભૂખ અને થાક અને પ્યાસ લાગી શકતાં હોય,
મહારોગ કે દેવું ન હોય,
મારું પોતાનું એક ઘર હોય અને એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ-રોટી ખાઈ શકતો હોઉં,
રવિવારની સાંજ મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે હસીખુશીથી વિતાવી શકતો હોઉં તો
થૅંક યૂ, ગૉડ...
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!
અને જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..
મરતી વખતે કહી શકાય:
લહેર પડી ગઈ, યાર...

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...