Sep 16, 2017

Kidibai ni Jan- Garba geet : કીડીબાઇની જાન

કીડી બિચારી કીડલી રે, કીડીનાં લગનિયાં લેવાય,
પંખી પારેવડાંને નોતર્યાં, કીડીએ આપ્યાં સન્માન...
હાલો ને કીડીબાઇની જાનમાં, હાલો હાલોને કીડીબાઇની જાનમાં...

મોરલે બાંઘ્યો રૂડો માંડવો, ખજૂરો પીરસે ખારેક
ઘુડે રે ગાયાં રૂડાં ગીતડાં, પોપટ પીરસે પકવાન... હાલોને...

મકોડાને મોકલ્યો માળવે રે, લેવા માલવિયો ગોળ
પંડે રૂડો ને કેડ્ય પાતળી, ગોળ ઉપડ્યો ન જાય... હાલોને...

મીનીબાઈને મોકલ્યા ગામમાં રે, એવા નોતરવા ગામ
સામા મળ્યા બે કૂતરા, બિલાડીના કરડ્યા બે કાન.. હાલોને...

ઘોડે રે બાંઘ્યા પગે ધૂઘરા, કાંકીડે બાંધી છે કટાર
ઊંટે રે બાંઘ્યા ગળે ઢોલકા, ગધેડો ફૂંકે શરણાઈ... હાલોને...

ઊંદર મામા હાલ્યા રીંસામણે, બેઠા દરિયાને બેટ
દેડકો તો બેઠો ડગમગે, રે મને ડગલો પે’રાવ... હાલોને...

વાંહડે ચડ્યો એક વાંદર્યો, જુએ જાનુંની વાટ
આજ તો જાનને લૂંટવી, લેવા સરવેના પ્રાણ... હાલોને...

કઈ કીડી ને કોની જાન રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતિ, સમજો ચતુર સુજાણ... હાલોને..

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...