Mar 15, 2017

આજની શિક્ષણ પ્રથા- education system today.


વિશ્રવમાં સૌથી મોટી પ્રતિયોગીતા એટલે "મારૂં બાળક સૌથી હોશીયાર બને".

આજ કાલ બાળકોમાં બાળપણની લગભગ બાદબાકી કરી નાખવામાં આવી છે. પ્રાણી પર અત્યાચાર થાય છે એવું વિચારનારા જલ્લીલકટ્ટરો એ જલ્લીકટૂનો વિરોધ નોધાવ્યો છે. પ્રાણી કરતાં અનેક ગણો અત્યાચાર આ બાળકો પર થાય છે એ કોણ વિચારશે.?

ત્રીસ મિનીટના વધુમાં વધુ પાંચ ભાષણો કે પ્રવૃતિઓ સહન કરવાની કે શખવાની ક્ષમતા ધરાવતા માણસના મગજ પર છ-છ કલાક સ્કૂલના ને ત્રણ ત્રણ કલાક ટયૂશનના ઠોકવામાં આવે છે. હજી અધુરૂ છે તો કહેવાતા હજૂરાયા શિક્ષણશાસ્ત્રીઓ શાળા સમય વધારવા માંગે છે. એને કોક સમજાવો કે ત્રણ કલાકથી વધુ લાંબું ફિલ્મ પણ ના ગમે ભલે આપણા ફેવરીટ હીરો -હિરોઈન હોય.

બાળકનું યાંત્રિકીકરણકરવા લાગ્યા છે. મશીનો  માણસ જેવું કામ કરે અને માણસો મશીનો જેવું કામ કરવા જોઈએ તેવું સમાજ ઈચ્છે છે. આજની શિક્ષણ પ્રણાલી ડોકટર,ઈજનેર, વૈજ્ઞાનિક બનાવી શકે છે પણ માણસ મટાડી દે છે.

         આજના મા-બાપ બાળકને મગજમાં એટલી માહીતી ખડકે છે જાણે દાહોદ ગોધરાના જીપડાવારા પેસીંદર ખડકે. ગુજરાતી પણ અંગ્રેજી માં શીખવે. મને તો વિચાર આવે કે આ સમાજ ને કે દી ખબર પડશે કે અંગ્રેજી ભાષા છે કોઈ હોશયારીનું માપદંડ નહી.

કેટલીક ખાનગીશાળાઓ જન્માષ્ટમી અને હોળીની રજાઓ રદ કરી તે દિવસે જન્માષ્ટમ કે હોળી પર નિબંધ લખાવે. આવી શાળાઓવાળા અને તેમાં છોકરા ભણાવતા મા બાપને અવું મગજમાં ભરાઈ ગયું છે કે શાળામાં શીખે એ જ શિક્ષણ.

મા બાપ બાળકોને જે વસ્તુ પકડવા દોડાવે પણ બાળક એ વસ્તુથી આગળ નીકળી જાય છે. સાંજે બાળકની હાલત સાપ સસલો ગળ ગયો હોય તેવી થઈ જાય છે. સવારેથી જ અદનાન સામીની (જૂના) ફાંદ જેવા દફતર ટીંગાડી મોકલી દે છે. બાળક બાળક વચ્ચે હરીફાઈ એટલી તેજ બની જાય કે મહેન્દી નવાજ જંગ ને કેજરીવાલ પણ આની પાસે જાંખા લાગે. આવી યાંત્રિક પ્રકિયામાંથી પસાર થતા બાળકમાં પાછી આલાખાચરની ઊદારતા ને કૃષ્ણકુમારસિંહ જેવી કરૂણાની અપેક્ષા રાખે.

હમણા થોડા સમય પહેલા આવેલી એક બાળકની તસ્વીર કે જેમાં બાળક સ્કુલ ના પરિસર માં પ્રાર્થના માટે બધા બાળકો ની સાથે ઊભો છે અને તેના પેન્ટ ના ખીસ્સા માં પરોઠું છે. ફકત ભાવનાત્મક પ્રજાનું હૈયું હલબલી જવું જોઈએ. જમવાનો સમય નહી મળતો હોય કે પરૌઠુ ખીસ્સે ભરાવ્યું. માઈક્રોસોફટ કંપનીના માલીક કરતાં વધુ વ્યસત બાળકોને દાદીમાની નિરાંતે વારતા  સાંભળવા કયારે મળશે? જો કે દાદીમા ઘરમાં હોવા જોઈએ ઘરઢાઘરને બદલે.

     અંતે વિનોદ ભટ્ટની ટૂંકી વારતા.. એક બાળકને તેના પપ્પા હાથ પકડી શાળાએ મુકવા જતા હતા. એક કસાઈ બકરાના બચ્ચાને પકડી લઈ જતો હતો એ જોઈ અને બાળકે પુછયું.. પપ્પા આ બચ્ચાને કયાં લઈજાય છે? તેના પપાએ કહયું તેને કસાઈવાડે કાપવા લઈ જાય છે. બાળક બોલ્યો હાશ તો વાંધો નહી મને એમકે બીચારાને સ્કૂલે લઈ જાય છે. આ વારતા મને જૂન મહીને દર વરસે યાદ આવે છે.

WhatsApp collection:

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...