Sep 14, 2016

એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ- Learn from sparrow.


કલરવ કરતી, એક ચકલી મને
જીવન જીવતા શીખવી ગઈ

થતું હશે એને પણ દુઃખ જયારે કોઈ માળો તોડે,
પણ હસતી રહી ફરીથી એ તણખલા જોડે,
મુશ્કેલીઓને પડકાર આપતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન
જીવતા શીખવી ગઈ

શોધવાને અન્ન, તે આમતેમ ઊડતી,
નાના દેહ ની ક્યારેય ન ફરિયાદ કરતી,
આપ્યું જે કુદરતે, એ સ્વીકારતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન
જીવતા શીખવી ગઈ

કઠિન મહેનત કરી એ ઉડવાનું શિખતી,
ઉંચાઈ ના ડર સામે આત્મવિશ્વાસ થી જીતતી
ખુદ પર પૂરો વિશ્વાસ રાખતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન
જીવતા શીખવી ગઈ

સમજાયું એટલું કે ઉંચાઈ એ પહોંચવા ખુદ ઉડવું પડે,
પાંજરે થી નીકળી પાંખો ને વિસ્તરવું પડે
ગમે એ પરિસ્થિતિ માં પણ હસતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન
જીવતા શીખવી ગઈ

:-Collection from whats up

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...