Aug 21, 2016

ખોરાક, પાણી અને હવા


ખોરાક, પાણી અને હવા
શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે, પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન જ છેઃ
  • મન પ્રસન્ન તો, શરીર ચપળ.
  • મન સોગિયું તો શરીર ઢીલું.
  • મન ઉદ્વેગમાં તો શરીર રોગી.
  • મન નિરાશ તો શરીર શક્તિહીન.

એટલે મનને દુરસ્ત રાખો. શરીર દુરસ્ત રહેશે.

હવે, સારી તંદુરસ્તી માટે દરેક વ્યક્તિએ પાળવા જેવા થોડા નિયમો.

(૧) દરરોજ લાંબા અંતર સુધી ચાલવું.

(૨) કુટુંબના સભ્યો સાથે કે મિત્રો સાથે દલીલો વિનાની આનંદી વાતચીત માટે દરરોજ થોડો સમય કાઢવો.

(૩) કોઈક હોબી-શોખ વિકસાવવો.

(૪) કોઈક રમત માટે, બગીચાનાં કામકાજ માટે હળવાં શારીરિક કામ માટે રોજ થોડો સમય કાઢવો.

(૫) દરરોજ થોડું સારું, મનને આનંદ મળે એવું વાંચવું.

(૬) થોડી મિનિટ દરરોજ ઊંડા શ્વાસ લેવા.

(૭) મન શાંત થઈ જાય એ રીતે થોડી મિનિટ લાંબા થઈને પડયા રહેવું - શવાસન.

(૮) દરરોજ નિયમિત રીતે થોડો સમય હસવું.

સાવ સરળ લાગતી આ વાતો અને નિયમોમાં શરીર અને મનને નીરોગી રાખવાની ચાવી છે.
તેમાં અમુક સમય જરૂર ખર્ચવો પડે છે,
પરંતુ એ સમય જરાય એળે જતો નથી.
સફળ જીવન માટે નીરોગી તન અને મન અત્યંત આવશ્યક છે.

એમાં જેટલી ખામી હશે એટલી તમારી સફળતા પણ ખામીવાળી જ રહેશે (:-Sandesh)

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...