Aug 20, 2016

હું હવે થાકી ગયો છું માણસોથી-


હું હવે થાકી ગયો છું માણસોથી

રાતને દીવસ સતત એ કંઈને કંઈ માગ્યા કરે 

બંઘ આંખેહાથ જોડેશીશ ઝુકાવે

ઘુંટણીયાભેર થઈ જઈને પગે લાગ્યા કરે

ધુપને દીવા કરેપુજન કરેઅર્ચન કરે છે ને 

કથાકીર્તનહવનહોળી કરે

મારી સર્જેલી બઘી વસ્તુઓથી લલચાવે

મને ફળફુલનૈવેદ ને શ્રીફળ ધરે… 

માગણીની રોજ માળા ફેરવે

મણકા ગણે ને કોથળીમાં હાથ સંતાડ્યા કરે

હું હવે થાકી ગયો છું માણસોથી


આ સકળ બ્રહ્માંડ ચૌદે લોકમાં નીવાસ મારો છે ધરા,

પાતાળ ને આકાશમાં… 

તો પણ મને પુરે છે મંદીર – મસ્જીદોની જેલમાં

છું હું ઘણાં યુગોથી કારાવાસમાં

હું એક ઉર્જારુપ છું પણ સૌ અલગ નામે

અલગ રુપે હજારો ઘર્મને સ્થાપ્યા કરે

હું હવે થાકી ગયો છું માણસોથી 


માણસો સર્જીને કીઘી ભુલ મેં

આજે જુઓ એ મુર્તીઓ મારી જ સર્જે છે 

હવે એ ડુબાડે છેવીસર્જન પણ કરે છે,

ઉત્સવો નામે સતત ઘોંઘાટ ગર્જે છે હવે

રોડ પર કાઢીને શોભાયાત્રા

ડીસ્કોને ડીજેતાલમાં જાહેરમાં નાચ્યા કરે

હું હવે થાકી ગયો છું માણસોથી


માંગણી છે એડમીશન ને પરીક્ષામાં ટકા ને

નોકરીઘંઘો… સગાઈને સીમંત

બંગલોને કારસીદ્ઘીસંપત્તી ને રોગમુક્તી… 

એવી અઢળક માંગણોઓ છે અનંત

એ મંત્રેલા દોરાઘાગાઓ અને તાવીજ બાંઘી 

મારી કાયમ માનતા માન્યતા કરે



હું હવે થાકી ગયો છું માણસોથી!


No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...