Jul 8, 2016

Kariyavar, કરિયાવર- પિતા-પુત્રીના પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા = Kariyavar


હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રેવેશ કર્યો ‘સાંભળ્યું ?’

અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસલઈને બહાર આવ્યા.“આપણી સોનલ નું માંગું આવ્યુંછેખાધેપીધે સુખી ઘર છે.છોકરા નું નામ દિપકછે અને બેંકમાં નોકરીકરે છેસોનલ હાકહે એટલે સગાઇ કરીદઈએ.”

સોનલ એમની એકની એકદીકરી હતી..ઘરમાં કાયમઆનંદ નું વાતાવરણ રહેતું.હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાંવ્યસન ને લઈને નયનાબેનઅને સોનલ બોલતાં પણહરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં વાત ને ટાળીદેતા.સોનલ ખુબ સમજદારઅને સંસ્કારી હતીએસ.એસ.સી પાસ કરીનેટ્યુશન,ભરતકામ કરીને પપ્પાનેમદદ રૂપ થવાની કોશિશકરતી .હવે તો સોનલગ્રેજ્યુએટ થઇ ગઈ હતીઅને નોકરી કરતી હતીપણ હરીશભાઈ એની આવક નોએક રૂપિયો લેતા નહિઅને કાયમ કહેતા, ‘બેટા પૈસા તારી પાસેરાખ તારે ભવિષ્યમાં કામલાગશે.’

બંને ઘરની સહમતી થીસોનલ અને દિપકની સગાઇકરી દેવાઈ અને લગ્નનુંમુહર્ત પણ જોવડાવી દીધું.લગ્નને આડે હવે પંદરદિવસ બાકી હતા.હરીશભાઈ સોનલને પાસે બેસાડીનેકહ્યું ‘બેટા તારા સસરાસાથે મારી વાત થઇ,એમણે કરિયાવરમાં કઈ લેવાની ના કહીછે ,ના રોકડ,નાદાગીના અને ના તોકોઈ ઘરવખરી.તો બેટાતારા લગ્ન માટે મેંથોડી બચત કરી નેરાખી છે  બે લાખ રૂપિયાનો ચેકહું તને આપું છું,તારે ભવિષ્યમાં કામ લાગશેતુંતારા એકાઉન્ટ માં જમા કરાવીદેજે.”

ભલે પપ્પા’ સોનલ ટુંકોજવાબ આપીને પોતાના રૂમમાંજતી રહીસમય નેજતાં ક્યાં વાર લાગેછે ? શુભ દિવસે આંગણેજાન આવી,સર્વેના હરખનોપાર નથી.ગોરબાપા ચોરીમાં લગ્નની વિધિ શરુકરી.ફેરા ફરવાની ઘડીઆવી . કોયલનો જેમ ટહુકોથાય એમ સોનલનાં હૈયેથીબે શબ્દો નીકળ્યા, ‘ઉભારહો ગોરબાપામારે તમારા બધાનીહાજરીમાં મારા પપ્પાની સાથેથોડી વાત કરવી છે,’

પપ્પા તમે મને લાડકોડથી મોટી કરીભણાવી,ગણાવી ખુબ પ્રેમઆપ્યો એનું ઋણ તોહું ચૂકવી નહિ શકુપરંતુ દિપક અને મારાસસરાની સહમતીથી તમે આપેલો બેલાખ રૂપિયાનો ચેક તમને હુંપાછો આપું છુંએનાથીમારા લગ્ન માટે કરેલુંભારણ ઉતારી દેજો અને ત્રણ લાખ નોબીજો ચેક જે મેંમારા પગારમાંથી કરેલી બચત છે,જે તમે નિવૃત થશોત્યારે કામ લાગશેહુંનથી ઈચ્છતી કે ઘડપણમાંતમારે કોઈની પાસે હાથલંબાવવો પડેજો હુંતમારો દીકરો હોત તોઆટલું તો હું કરત ને !!!”

હાજર રહેલા બધાની નજરસોનલ ઉપર હતી “પપ્પાહવે હું તમારી પાસેકરિયાવર માં જે માંગું આપશો ?” હરીશભાઈ ભારે આવાજમાં હાબેટાએટલું  બોલીશક્યા. “ તો પપ્પા મનેવચન આપો કે આજપછી તમે સિગારેટ નેહાથ નહિ લગાડૉ , તમાકુ,પાન-મસાલાનું વ્યસન આજથી છોડીદેશોબધાની હાજરી માંહું કરિયાવર માં બસ આટલું માંગુ છું.”દીકરીનોબાપ ના કેવી રીતેકહી શકે.લગ્નમાં દીકરીનીવિદાય વખતે કન્યા પક્ષનાંસગાંઓને તો રડતાં જોયાંહશે પણ આજે તો
જાનૈયાઓની આંખો પણ ભીંજાઈગઈ.

દુરથી હું સોનલના લક્ષ્મી સ્વરૂપ ને જોતો રહ્યો .૨૦૧ રૂપિયાનુંકવર મારા ખિસ્સામાંથી બહારકાઢી શક્યો નહિસાક્ષાતલક્ષ્મી ને હું શુંલક્ષ્મી આપું !!પણ એકસવાલ મારા મનમાં જરૂરથયો.

ભુણહત્યા કરતાં સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી 
લક્ષ્મીની જરૂર નહિ હોય?”

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...