Dec 31, 2017

ગુજરાતી કહેવતો


૧,
બોલે તેના બોર વહેચાય

૨.
ના બોલવામાં નવ ગુણ

૩.
ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન

૪.
ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે

૫.
સંપ ત્યાં જંપ

૬.
બકરું કઢતા ઉંટ પેઠું

૭.
રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં

૮.
સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

૯.
બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો

૧૦.
લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે

૧૧.
અધૂરો ઘડો છલકાય ઘણો

૧૨.
ખાલી ચણો વાગે ઘણો

૧૩.
પારકી મા જ કાન વિંધે

૧૪.
જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી

૧૫.
ટીંપે ટીંપે સરોવર ભરાય

૧૬.
દૂરથી ડુંગર રળિયામણાં

૧૭.
લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે

૧૮.
શેરને માથે સવાશેર

૧૯.
શેઠની શીખામણ જાંપા સુધી

૨૦.
હિરો ગોગે જઈને આવ્યો અને
ડેલીએ હાથ દઈ આવ્યો

૨૧.
વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં

૨૨.
પાડાનાં વાંકે પખાલીને ડામ

૨૩.
રામ રાખે તેને કોણ ચાખે

૨૪.
ઊંટના અઢાર વાંકા

૨૫.
ઝાઝા હાથ રળીયામણાં

૨૬.
કીડીને કણ ને હાથીને મણ

૨૭.
સંઘર્યો સાપ પણ કામનો

૨૮.
ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર

૨૯.
નાચ ન જાને આંગન ટેઢા

૩૦.
ઝાઝી કીડીઓ સાપને તાણે

૩૧.
ચેતતા નર સદા સુખી

૩૨.
સો દા'ડા સાસુના એક દા‘ડો વહુનો

૩૩.
વાડ થઈને ચીભડાં ગળે

૩૪.
ઉતાવળે આંબા ન પાકે

૩૫.
સાપ ગયા અને લીસોટા રહી ગયા

૩૬.
મોરનાં ઈંડા ચીતરવા ન પડે

૩૭.
પાકા ઘડે કાંઠા ન ચડે

૩૮.
કાશીમાં પણ કાગડા તો કાળા જ

૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ

૪૦.
પુત્રનાં લક્ષણ પારણાં માં અને
વહુનાં લક્ષણ બારણાં માં

૪૧.
દુકાળમાં અધિક માસ

૪૨.
એક સાંધતા તેર તૂટે

૪૩.
કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં

૪૪.
મા તે મા, બીજા વગડાનાં વા

૪૫.
ધીરજનાં ફળ મીઠાં

૪૬.
માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું

૪૭.
કૂવામાં હોય તો હવાડામાં આવે

૪૮.
સો સોનાર કી એક લૂહાર કી

૪૯.
રાજા ને ગમે તે રાણી

૫૦.
કાગનું બેસવુ અને ડાળનું પડવું

૫૧.
આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા

૫૨.
ગાંડાના ગામ ન હોય

૫૩.
સુકા ભેગુ લીલુ બળે

૫૪.
બાવાનાં બેવુ બગડે

૫૫.
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય

૫૬.
વાવો તેવું લણો

૫૭.
શેતાનું નામ લીધુ શેતાન હાજર

૫૮.
વખાણેલી ખીચડી દાઢે વળગી

૫૯.
દશેરાનાં દિવસે ઘોડા ન દોડે

૬૦.
સંગ તેવો રંગ

૬૧.
બાંધી મુઠી લાખની

૬૨.
લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ

૬૩.
નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ

૬૪.
લાલો લાભ વિના ન લૂટે

૬૫.
હિમ્મતે મર્દા તો મદદે ખુદા

૬૬.
પાઈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી

૬૭.
છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી

૬૮.
ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો

૬૯.
ધરમની ગાયનાં દાંત ન જોવાય

૭૦.
હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો

૭૧.
સીધુ જાય અને યજમાન રીસાય

૭૨.
વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

૭૩.
હસે તેનું ઘર વસે

૭૪.
બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના

૭૫.
ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે

૭૬.
ભેંસ આગળ ભાગવત

૭૭.
ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો

૭૮.
રાત થોડી ને વેશ ઝાઝા

૭૯.
ના મામા કરતાં કાણો મામો સારો

૮૦.
ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

૮૧.
મન હોય તો માંડવે જવાય

૮૨.
અણી ચૂક્યો સો વર્ષ જીવે

૮૩.
પારકી આશ સદા નીરાશ

૮૪.
ઘરકી મૂર્ઘી દાલ બરાબર

૮૫.
બાર વર્ષે બાવો બાલ્યો

૮૬.
પહેલુ સુખ તે જાતે નર્યા

૮૭.
ભાવતુ હતુ ને વૈદે કીધુ

૮૮.
જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે

૮૯.
નામ મોટા દર્શન ખોટા

૯૦.
લાતો ના ભૂત વાતોથી ન માને

૯૧.
ગા વાળે તે ગોવાળ

૯૨.
બાંધે એની તલવાર

૯૩.
ઘેર ઘેર માટીનાં ચૂલા

૯૪.
ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા

૯૫.
મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ

૯૬.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય

૯૭.
આંધળામાં કાણો રાજા

૯૮.
ઈદ પછી રોજા

૯૯.
ખાડો ખોદે તે પડે

૧૦૦.
ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી

૧૦૧.
નમે તે સૌને ગમ

Dec 29, 2017

Maha Prabhuji : શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો

શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો

01. ગોકુલ – ગોવિંદઘાટ પર
02. ગોકુલ – ભોજનઘર
03. ગોકુલ – દ્વારકાનાથજીના મંદિરમાં
04. વૃંદાવન – બંસી બર ચોકમાં
05. મથુરા – વિશ્રામઘાટ
06. પરમધુવન – કૃષ્ણકુંડ
07. બોલાવનમાં  છે
08. કમોદવન – કમલકુંડ પર છે.
09. રાધાકૃષ્ણ કુંડ પર
10. માનસી ગંગા પર
11 પારાસોલી – ચંદ્ર સરોવર પર
12 આન્યોર – સદુ  પાંડેના ઘરમાં
13. ગોવિંદકુંડ પર
14 ગોપાલપુર – સુંદરશીલા સામે
15 ગિરિરાયજીમાં – સુરભીકુંડ પર
16 કામવનમાં – સુરભી કુંડ પર
17 બરસાના – ઘેવર વન
18 સંકેતવન – કૃષ્ણકુંડ પર
19 નંદગામ – માનસરોવર
20 કોકીલાવનમાં  છે.
21 ભાંડીર વનમાં  છે.
22 માનસ સરોવર પર છે.
23 સોરમજી ઘાટ પર ગંગાતીરે
24 ચિત્રકુટ પર્વત પર
25 અયોધ્યા – સરયુ  નદીના કાંઠે
26 નેમિવારણ્ય ક્ષેત્રમાં
27 કાશી – શેઠ પુરૂષોત્તમદાસને  ઘેર
28 કાશી – હનુમાન ઘાટ પર
29 હરીહરક્ષેત્ર – ભગવાનદાસને  ઘેર
30 જનકપુરમાં – માણેક તળાવ પર
31 ગંગાસાગર – કપિલમુનિ આશ્રમ
32 ચંપારણ્ય પ્રાકટ્ય સ્થાન પર
33 ચંપારણ્ય – છઠ્ઠી પુજવાની બીજી બેઠક છે
34 પુરૂષોત્તમ ક્ષેત્ર – જગન્નાથપુરી
35 પંઢરપુર – ભીમરથી નદી તીરે
36 નાશિક – પંચવટીમાં
37 લછમનબાવા – શેવાચલ પર્વત પર
38 પન્ના નૃસિંહમાં
39 શ્રી રંગજીમાં – કાવેરી નદી તીરે
40 વિષ્ણુ  કાંચી – કાશ્મેર નદી તીરે
41 સેતુબંધ – રામેશ્વરમાં
42 મલયાચલ પર્વત પર
43 લોગહઢ – કોંકણમાં
44 તામ્રપરણી નદીના તીરે
45 કૃષ્ણા નદીના તીરે
46 પંપા સરોવર પાર
47 જનાર્દનમાં
48 પદમનાભમાં
49 વિદ્યાનગરી – વિદ્યાકુંડ પર
50 ત્રિલોકીભાણમાં
51 તોત્રાદ્વિ પર્વત પર
52 ધ્રુસેનમાં
53 સુરતમાં  તાપી નદીના કિનારે
54 ભરૂચમાં  નર્મદા નદીના તીરે
55 મોરબીમાં – કદમ વૃક્ષ નીચે
56 જામનગર – નાગમતી નદીને  તીરે
57 ખંભાળીયામાં  રાણવૃક્ષ નીચે
58 પિંડ તારકમાં  છોકરનીચે
59 મુલ ગોમતી તીરે
60 દ્વારકા – ગોમતીના તીરે
61 ગોપીતરાઈમાં – છોકર નીચે
62 શંખોદ્વાર – શંખત રાઇ બેટ
63 નારાયણ સરોવર કુંડ પર
64 જુનાગઢ – રેવતી કુંડ પર
65 માધુપુર – કદમ ખંડી છોકર નીચે
66 પ્રભાસ ક્ષેત્ર – દેવ સ્વર્ગોતીર્થ પાસે
67 ગુપ્ત પ્રયાગ – પ્રયાગ કુંડ પર
68 નરોડામાં – ગોપાલદા,ના ઘરમાં
69 ત્રિગડીમાં
70 ગોધરા – રાણા વ્યાસને  ઘેર
71 ખેરાપુમાં
72 સિદ્ધપુર પારણબિંદુ  સરોવર પર
73 ઉજ્જૈન (અવંતિકા) – ગોમતીકુંડ પર
74 પુષ્કરજીમાં – વલ્લભઘાટ પર
75 કુરૂક્ષેત્રમાં – કુરૂકુંડ પર
76 હરિદ્વારમાં – કનકક્ષેત્રમાં
77 બદરિકા આશ્રમમાં
78 કેદારનાથમાં – કેદાર કંડ પર
79 વ્યાસ આશ્રમમાં
80 વ્યાસ ગંગાના તીરે
81 હિમાચલ પર
82 મંદરાચલ પર્વત પર
83 અલડેડ – સાત લાલજી પ્રાગટ્ય પાસે
84 ચરણાટમાં – શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પાસે

Dec 24, 2017

જીવન નો કક્કો

*આ કક્કો જો આવડી જાય તો*
*જીવનમાં કોઈ તકલીફ ન આવે.* 


*ક* - કંચન, કામિની ને કાયા
         એ ત્રણેય સંસારની માયા.

*ખ* - ખાતાં, ખરચતાં, ખિજાતા
          શક્તિનો વિચાર કરજો.

*ગ* - ગદ્ધો, ગમાર અને ગરજુ
          એ ત્રણે સરખાં સમજુ.

*ઘ* - ઘર, ઘરેણાં ને ઘરવાળી
         એમાં જિંદગી આખી બાળી.

*ચ* - ચોરી, ચુગલી અને ચાડી
          એ ત્રણેય દુર્ગતિની ખાડી.

*છ* - છોરુંની ભૂલ છાવરશો તો
          લોહીનાં આસું સારશો.

*જ* - જાગ્યાં તેનો જશ ગવાશે
           ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે.

*ઝ* - ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની
          એ ફેલને માર્ગે લઈ જવાની.

*ટ* - ટોળ, ટપ્પા ને ટીખળ કરે
         એ પુણ્ય બાળે ને પાપ ભરે.

*ઠ* - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ
         એમાં અભિમાન ને અક્કડાઈ.

*ડ* - ડાહ્યો જગતમાં એને ગણ્યો
         જે નિજ નામને ભણ્યો.

*ઢ* - ઢોલ ને નગારાં એમ ઉચરે છે
         ભજન કરો ભાઈ કાળ ફરે છે.

*ત* - તૃષ્ણાથી તરસતો તાવ
         સંતોષની ગોળીથી જાય.

*થ* - થોડું કરો પણ સતત કરો
          સત્ભક્તિ માર્ગે ગતિ કરો.

*દ* - દમી, દયાળુ ને દાતા
         તે પામે સુખ ને શાતા.

*ધ* - ધર્મ ધ્યાનમાં મગ્ન રહે
         એ અમરધામની પદવી લે.

*ન* નિયમ, ન્યાય ને નીતિ
       જેને મળે, સુખની ચાવી તેને.

*પ* - પંચવિષયને તજો તમામ
         હરિ ભજી પામો અમરધામ.

*ફ* - ફરી ફરીને ફરવું નથી
         ભવસાગરમાં પડવું નથી.

*બ* - બાવળ, બોરડી ને બાયડી
          એ શસ્ત્ર વગરની શાયડી.

*ભ* - ભગવંત મૂકી ભોગમાં રમે
           તે તો લખ ચોરાશી ભમે.

*મ* - મોહ, મમતા ને માયા,
          એમાં રમે નહિ તે ડાહ્યાં.

*ય* - યમ, નિયમને ઉર ધરજો,
         સદાય પરમ સુખને વરજો.

*ર* - રહેવું ઘરમાં જેમ મહેમાન
         નહીં આસક્તિ મમતા માન.

*લ* - લક્ષ્મી, લાડી ને લોભ
          એ પરભવ મુકાવે પોક.

*વ* - વિનય, વિવેક, વૈરાગ્ય ધરો
          બ્રહ્મસ્વરૂપમાં પ્રીત કરો.

*શ* - સાધક ગુણ શણગાર ધરે
          તેને અમરધામ વરે.

*સ* - સંસાર સાગર ખારો છે
          સત્સંગ મીઠો આરો છે.

*ષ* - ષડક્ષરો છે શ્રીમન્નારાયણ
         મહામંત્ર છે ભવ તારાયણ.

*હ* - હરિને ભજતાં પાપ ટળે
          અંતે અમરધામ મળે.

*ક્ષ* - ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે
          એને ઇન્દ્રિય વિજય વરે.

*જ્ઞ* - જ્ઞાન એ જ જે વર્તન હોય
          પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય.

ઘરમાં થતાં ઝઘડા-કંકાસની અસર બાળકો પર થાય? મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

ઘરમાં થતાં ઝઘડા-કંકાસની અસર બાળકો પર થાય?

મધુવનની મહેકઃ

ડો. સંતોષ દેવકર

‘આ શું બનાવ્યું છે ?’

‘ઓહ….મમ્મી….. આ કઢી તો બહુ ખરાબ છે.’
દીકરો મોટેથી બરાડી ઊઠયો,

‘સોરી… આઈ એમ. સોરી… બેટા….’
મમ્મીએ દિલગીરીપૂર્વક કહ્યું
‘ના….. મારે નથી ખાવું.’

 બાળકે તોફન શરૂ કર્યું,

‘બેટા… પ્લીઝ… આજે હું…. !’ આટલું બોલતાં તો મમ્મીની આંખો ભીની થઈ ગઈ,

મમ્મી આજે ખૂબ થાકી ગઈ હતી,આજે સવારથી જ તબિયત પણ સારી નહોતી, નોકરી પરથી ઘરે આવતાં ખૂબ મોડું થઈ ગયું હતું,તેમ છતાં ઝડપથી હાથ-પગ ધોઈ રસોઈ બનાવવા મંડી પડી હતી,
 પપ્પા પણ આજે ઘરે મોડા આવ્યા હતા,

દીકરાને ખૂબ ભૂખ લાગી હતી,
પપ્પા સાથે જમવા બેઠો હતો,
મમ્મીએ બંનેને થાળી પીરસી હતી અને ગરમ -ગરમ રોટલી બનાવીને બંનેને જમાડતી હતી અને દીકરો મોટેથી બરાડી ઊઠયો,
‘કઢી બહુ ખરાબ છે મારાથી ખવાશે નહિ.’

પપ્પાએ બાળક તરફ્ જોયું ને શાંતિથી કહ્યું,
 ‘જો, બેટા બૂમો પાડવાની જરૂર નથી,હું પણ કઢી ખાઈ રહ્યો છું,

 જો તને કંઈક ઓછું વત્તું જણાય તો તેમાં મીઠું-મરચું-લીંબુ નાખીને તને ભાવે તેવી બનાવી લે.’

 પપ્પાના કહેવાની બાળક પર અસર થઈ,
તેણે શાંતિપૂર્વક કઢી ખાઈ લીધી,
હવે પત્ની જમવા બેઠી તેને ખબર પડી કે કઢીમાં મીઠું કે મરચું નાંખવાનું પોતે ખરેખર ભૂલી જ ગયેલી,

 તેણીએ પતિને પૂછયું કે, ‘ખરેખર કઢી સ્વાદહીન છે,
 તો તમે કેમ કંઈ ન બોલ્યાં ?’
ત્યારે પતિએ કહ્યું કે,

 ‘દીકરો મોટો થશે ત્યારે તેને કઢીના સ્વાદ વિશે કંઈ યાદ નહીં હોય,

પરંતુ તેને મારા શબ્દો અને વર્તન હંમેશાં યાદ રહેશે.’

બાળકની સૌથી મોટી ટેકસબુક મા-બાપનું તેની સામેનું વર્તન છે,
પોતાના કુટુંબ પાસેથી બાળક જેટલું અને જેવું શીખે છે તેવું બીજે કયાંયથી શીખતું નથી!

આ ઘટના માત્ર કઢી પૂરતી મર્યાદિત ન રહેતા બાળકના ઘડતરમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે,
દરેક વખતે રસોઈ સારી જ બને એવું નથી,

રસોઈ છે કયારેક બગડે પણ ખરી, તેમાં મોં બગાડવાને બદલે મીઠું-મરચંુ-લીંબુ ઉમેરીને પોતાને ગમતો ટેસ્ટ મેળવી શકાય છે,
જો પપ્પાએ તેના દીકરા જેવું વર્તન કર્યું હોત તો તેની પત્ની તો દુઃખી થાત જ,
પરંતુ તેનો દીકરો આવું વર્તન કાયમ માટે શીખી જાત

ઘર બને છે ગૃહિણી થકી,

 તેના ગમા-અણગમા અને ટેન્શનનો વિચાર કરી તેની કાળજી લેવાની દરેક સંસ્કારી કુટુંબના સભ્યોની ફરજ બને છે,

ઘરમાં બનતી દરેક ઘટના અને પ્રસંગની બાળકનાં મન ઉપર શી અસર પડશે?

 તેની મા-બાપે આગોત્તરી કાળજી રાખવી પડે, બાળકને એક વ્યકિત તરીકે સ્વીકારવાથી અને તેના ગમા-અણગમાને ધ્યાને લેવાથી કેટલીક રુચિકર બાબતોને નીવારી શકાય છે,

બાળક ભલે નાનું છે પણ તેનું સન્માન પુખ્ત છે આ બાબતનું ધ્યાન રાખવાથી બાળકના ઘડતરમાં ધાર્યો ઘાટ આપી શકાય છે,

यह मेरी माँ हैं

एक छोटे से शहर के प्राथमिक स्कूल में कक्षा 5 की शिक्षिका थीं।
उनकी एक आदत थी कि वह कक्षा शुरू करने से पहले हमेशा "आई लव यू ऑल" बोला करतीं। मगर वह जानती थीं कि वह सच नहीं कहती । वह कक्षा के सभी बच्चों से उतना प्यार नहीं करती थीं।
कक्षा में एक ऐसा बच्चा था जो उनको एक आंख नहीं भाता। उसका नाम राजू था। राजू मैली कुचेली स्थिति में स्कूल आजाया करता है। उसके बाल खराब होते, जूतों के बन्ध खुले, शर्ट के कॉलर पर मेल के निशान। । । व्याख्यान के दौरान भी उसका ध्यान कहीं और होता।
मिस के डाँटने पर वह चौंक कर उन्हें देखता तो लग जाता..मगर उसकी खाली खाली नज़रों से उन्हें साफ पता लगता रहता.कि राजू शारीरिक रूप से कक्षा में उपस्थित होने के बावजूद भी मानसिक रूप से गायब हे.धीरे धीरे मिस को राजू से नफरत सी होने लगी। क्लास में घुसते ही राजू मिस की आलोचना का निशाना बनने लगता। सब बुराई उदाहरण राजू के नाम पर किये जाते. बच्चे उस पर खिलखिला कर हंसते.और मिस उसको अपमानित कर के संतोष प्राप्त करतीं। राजू ने हालांकि किसी बात का कभी कोई जवाब नहीं दिया था।
मिस को वह एक बेजान पत्थर की तरह लगता जिसके अंदर महसूस नाम की कोई चीज नहीं थी। प्रत्येक डांट, व्यंग्य और सजा के जवाब में वह बस अपनी भावनाओं से खाली नज़रों से उन्हें देखा करता और सिर झुका लेता । मिस को अब इससे गंभीर चिढ़ हो चुकी थी।
पहला सेमेस्टर समाप्त हो गया और रिपोर्ट बनाने का चरण आया तो मिस ने राजू की प्रगति रिपोर्ट में यह सब बुरी बातें लिख मारी । प्रगति रिपोर्ट माता पिता को दिखाने से पहले हेड मिसट्रेस के पास जाया करती थी। उन्होंने जब राजू की रिपोर्ट देखी तो मिस को बुला लिया। "मिस प्रगति रिपोर्ट में कुछ तो प्रगति भी लिखनी चाहिए। आपने तो जो कुछ लिखा है इससे राजू के पिता इससे बिल्कुल निराश हो जाएंगे।" "मैं माफी माँगती हूँ, लेकिन राजू एक बिल्कुल ही अशिष्ट और निकम्मा बच्चा है । मुझे नहीं लगता कि मैं उसकी प्रगति के बारे में कुछ लिख सकती हूँ। "मिस घृणित लहजे में बोलकर वहां से उठ आईं।
हेड मिसट्रेस ने एक अजीब हरकत की। उन्होंने चपरासी के हाथ मिस की डेस्क पर राजू की पिछले वर्षों की प्रगति रिपोर्ट रखवा दी । अगले दिन मिस ने कक्षा में प्रवेश किया तो रिपोर्ट पर नजर पड़ी। पलट कर देखा तो पता लगा कि यह राजू की रिपोर्ट हैं। "पिछली कक्षाओं में भी उसने निश्चय ही यही गुल खिलाए होंगे।" उन्होंने सोचा और कक्षा 3 की रिपोर्ट खोली। रिपोर्ट में टिप्पणी पढ़कर उनकी आश्चर्य की कोई सीमा न रही जब उन्होंने देखा कि रिपोर्ट उसकी तारीफों से भरी पड़ी है। "राजू जैसा बुद्धिमान बच्चा मैंने आज तक नहीं देखा।" "बेहद संवेदनशील बच्चा है और अपने मित्रों और शिक्षक से बेहद लगाव रखता है।" "
अंतिम सेमेस्टर में भी राजू ने प्रथम स्थान प्राप्त कर लिया है। "मिस ने अनिश्चित स्थिति में कक्षा 4 की रिपोर्ट खोली।" राजू ने अपनी मां की बीमारी का बेहद प्रभाव लिया। .उसका ध्यान पढ़ाई से हट रहा है। "" राजू की माँ को अंतिम चरण का कैंसर हुआ है। । घर पर उसका और कोई ध्यान रखनेवाला नहीं है.जिसका गहरा प्रभाव उसकी पढ़ाई पर पड़ा है। ""
राजू की माँ मर चुकी है और इसके साथ ही राजू के जीवन की चमक और रौनक भी। । उसे बचाना होगा...इससे पहले कि बहुत देर हो जाए। "मिस के दिमाग पर भयानक बोझ हावी हो गया। कांपते हाथों से उन्होंने प्रगति रिपोर्ट बंद की । आंसू उनकी आँखों से एक के बाद एक गिरने लगे.
अगले दिन जब मिस कक्षा में दाख़िल हुईं तो उन्होंने अपनी आदत के अनुसार अपना पारंपरिक वाक्यांश "आई लव यू ऑल" दोहराया। मगर वह जानती थीं कि वह आज भी झूठ बोल रही हैं। क्योंकि इसी क्लास में बैठे एक उलझे बालों वाले बच्चे राजू के लिए जो प्यार वह आज अपने दिल में महसूस कर रही थीं..वह कक्षा में बैठे और किसी भी बच्चे से हो ही नहीं सकता था । व्याख्यान के दौरान उन्होंने रोजाना दिनचर्या की तरह एक सवाल राजू पर दागा और हमेशा की तरह राजू ने सिर झुका लिया। जब कुछ देर तक मिस से कोई डांट फटकार और सहपाठी सहयोगियों से हंसी की आवाज उसके कानों में न पड़ी तो उसने अचंभे में सिर उठाकर उनकी ओर देखा। अप्रत्याशित उनके माथे पर आज बल न थे, वह मुस्कुरा रही थीं। उन्होंने राजू को अपने पास बुलाया और उसे सवाल का जवाब बताकर जबरन दोहराने के लिए कहा। राजू तीन चार बार के आग्रह के बाद अंतत:बोल ही पड़ा। इसके जवाब देते ही मिस ने न सिर्फ खुद खुशान्दाज़ होकर तालियाँ बजाईं बल्कि सभी से भी बजवायी.. फिर तो यह दिनचर्या बन गयी। मिस हर सवाल का जवाब अपने आप बताती और फिर उसकी खूब सराहना तारीफ करतीं। प्रत्येक अच्छा उदाहरण राजू के कारण दिया जाने लगा । धीरे-धीरे पुराना राजू सन्नाटे की कब्र फाड़ कर बाहर आ गया। अब मिस को सवाल के साथ जवाब बताने की जरूरत नहीं पड़ती। वह रोज बिना त्रुटि उत्तर देकर सभी को प्रभावित करता और नये नए सवाल पूछ कर सबको हैरान भी।
उसके बाल अब कुछ हद तक सुधरे हुए होते, कपड़े भी काफी हद तक साफ होते जिन्हें शायद वह खुद धोने लगा था। देखते ही देखते साल समाप्त हो गया और राजू ने दूसरा स्थान हासिल कर लिया यानी दूसरी क्लास ।
विदाई समारोह में सभी बच्चे मिस के लिये सुंदर उपहार लेकर आए और मिस की टेबल पर ढेर लग गये । इन खूबसूरती से पैक हुए उपहार में एक पुराने अखबार में बद सलीके से पैक हुआ एक उपहार भी पड़ा था। बच्चे उसे देखकर हंस पड़े। किसी को जानने में देर न लगी कि उपहार के नाम पर ये राजू लाया होगा। मिस ने उपहार के इस छोटे से पहाड़ में से लपक कर उसे निकाला। खोलकर देखा तो उसके अंदर एक महिलाओं की इत्र की आधी इस्तेमाल की हुई शीशी और एक हाथ में पहनने वाला एक बड़ा सा कड़ा था जिसके ज्यादातर मोती झड़ चुके थे। मिस ने चुपचाप इस इत्र को खुद पर छिड़का और हाथ में कंगन पहन लिया। बच्चे यह दृश्य देखकर हैरान रह गए। खुद राजू भी। आखिर राजू से रहा न गया और मिस के पास आकर खड़ा हो गया। ।
कुछ देर बाद उसने अटक अटक कर मिस को बताया कि "आज आप में से मेरी माँ जैसी खुशबू आ रही है।"
समय पर लगाकर उड़ने लगा। दिन सप्ताह, सप्ताह महीने और महीने साल में बदलते भला कहां देर लगती है? मगर हर साल के अंत में मिस को राजू से एक पत्र नियमित रूप से प्राप्त होता जिसमें लिखा होता कि "इस साल कई नए टीचर्स से मिला।। मगर आप जैसा कोई नहीं था।" फिर राजू का स्कूल समाप्त हो गया और पत्रों का सिलसिला भी। कई साल आगे गुज़रे और मिस रिटायर हो गईं। एक दिन उन्हें अपनी मेल में राजू का पत्र मिला जिसमें लिखा था:
"इस महीने के अंत में मेरी शादी है और आपके बिना शादी की बात मैं नहीं सोच सकता। एक और बात .. मैं जीवन में बहुत सारे लोगों से मिल चुका हूं।। आप जैसा कोई नहीं है.........डॉक्टर राजू
साथ ही विमान का आने जाने का टिकट भी लिफाफे में मौजूद था। मिस खुद को हरगिज़ न रोक सकती थीं। उन्होंने अपने पति से अनुमति ली और वह दूसरे शहर के लिए रवाना हो गईं। शादी के दिन जब वह शादी की जगह पहुंची तो थोड़ी लेट हो चुकी थीं। उन्हें लगा समारोह समाप्त हो चुका होगा.. मगर यह देखकर उनके आश्चर्य की सीमा न रही कि शहर के बड़े डॉ, बिजनेसमैन और यहां तक कि वहां पर शादी कराने वाले पंडितजी भी थक गये थे. कि आखिर कौन आना बाकी है...मगर राजू समारोह में शादी के मंडप के बजाय गेट की तरफ टकटकी लगाए उनके आने का इंतजार कर रहा था। फिर सबने देखा कि जैसे ही यह पुरानी शिक्षिका ने गेट से प्रवेश किया राजू उनकी ओर लपका और उनका वह हाथ पकड़ा जिसमें उन्होंने अब तक वह सड़ा हुआ सा कंगन पहना हुआ था और उन्हें सीधा मंच पर ले गया। माइक हाथ में पकड़ कर उसने कुछ यूं बोला "दोस्तों आप सभी हमेशा मुझसे मेरी माँ के बारे में पूछा करते थे और मैं आप सबसे वादा किया करता था कि जल्द ही आप सबको उनसे मिलाउंगा।।।........
यह मेरी माँ हैं

Oct 24, 2017

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ મઝાની ખિસકોલી.

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી,
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી.

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી,
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી.

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી,
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી.

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી,
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી.

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી,
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી.

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ મઝાની ખિસકોલી.

Oct 21, 2017

Life is Simple- સરળ છે જીવન

ઘણુ સરળ છે જીવન,
જો જીવવુ હોય તો !

ઘણુ જ રહસ્ય છે,
જો જાણવુ હોય તો !

ઘણુ મજાનું પણ છે,
જો માણવુ હોય તો !

પ્રશ્નો નહી તો ઘણા છે,
જો તાણવુ હોય તો !

ઈશ્વર તો હાજર જ છે,
કયાં દુર જવું પડે એમ છે !

અંતર નુ કમાડ ખોલ બસ,
વાસી રાખેલુ તાળુ હોય તો !
                       : " રજની "

Sep 17, 2017

Heart - Ayurvedic treatment: हृदय की बीमारीका आयुर्वेदिक इलाज

*हृदय की बीमारी*

*आयुर्वेदिक इलाज !!*


हमारे देश भारत मे 3000 साल पहले एक बहुत बड़े ऋषि हुये थे

उनका नाम था महाऋषि वागवट जी, उन्होने एक पुस्तक लिखी थी जिसका नाम है 'अष्टांग हृदयम' (Astang  hrudayam)

और इस पुस्तक मे उन्होने ने बीमारियो को ठीक करने के लिए *7000* सूत्र लिखे थे ! यह उनमे से ही एक सूत्र है !!

वागवट जी लिखते है कि कभी भी हृदय को घात हो रहा है !

मतलब दिल की नलियों मे blockage होना शुरू हो रहा है !

तो इसका मतलब है कि रकत (blood) मे acidity(अम्लता ) बढ़ी हुई है !

अम्लता आप समझते है ! जिसको अँग्रेजी मे कहते है acidity !!

*अम्लता दो तरह की होती है !*

1. पेट कि अम्लता !
2. रक्त (blood) की अम्लता !

आपके पेट मे अम्लता जब बढ़ती है ! तो आप कहेंगे पेट मे जलन सी हो रही है !! खट्टी खट्टी डकार आ रही है ! मुंह से पानी निकाल रहा है ! और अगर ये अम्लता (acidity)और बढ़ जाये ! तो hyperacidity होगी !

और यही पेट की अम्लता बढ़ते-बढ़ते जब रक्त मे आती है तो रक्त अम्लता  (blood acidity) होती !!

और जब blood मे acidity बढ़ती है तो ये अम्लीय रक्त  (blood) दिल की नलियो मे से निकल नहीं पाता !

और नलिया मे blockage कर देता है !

तभी heart attack होता है !! इसके बिना heart attack नहीं होता !!

और ये आयुर्वेद का सबसे बढ़ा सच है जिसको कोई डाक्टर आपको बताता नहीं ! क्योंकि इसका इलाज सबसे सरल है !!

इलाज क्या है ??

वागबट जी लिखते है कि जब रक्त (blood) मे अम्लता (acidity) बढ़ गई है !

तो आप ऐसी चीजों का उपयोग करो जो क्षारीय है !

आप जानते है दो तरह की चीजे होती है !
1. अम्लीय (acidic) और 
2. क्षारीय (alkaline)

Acid & alkaline को मिला दो तो क्या होता है ?
:- Neutral होता है सब जानते है !

तो वागबट जी लिखते है !

*कि रक्त की अम्लता बढ़ी हुई है तो क्षारीय(alkaline) चीजे खाओ !*

तो रक्त की अम्लता (acidity) neutral हो जाएगी !!!

और रक्त मे अम्लता neutral हो गई !

तो heart attack की जिंदगी मे कभी संभावना ही नहीं !!

ये है सारी कहानी !!

अब आप पूछोगे जी ऐसे कौन सी चीजे है जो क्षारीय है और हम खाये ?????

आपके रसोई घर मे ऐसी बहुत सी चीजे है जो क्षारीय है !

जिनहे आप खाये तो कभी heart attack न आए !

और अगर आ गया है !

तो दुबारा न आए !!

सबसे ज्यादा आपके घर मे क्षारीय चीज है वह है लौकी !!

जिसे दुधी भी कहते है !!

 English मे इसे कहते है bottle gourd !!!

जिसे आप सब्जी के रूप मे खाते है !

इससे ज्यादा कोई क्षारीय चीज ही नहीं है !

तो आप रोज लौकी का रस निकाल-निकाल कर पियो !!

या कच्ची लौकी खायो !!

रामदेव को आपने कई बार कहते सुना होगा लौकी का जूस पीयो, लौकी का जूस पीयों !

3 लाख से ज्यादा लोगो को उन्होने ठीक कर दिया लौकी का जूस पिला पिला कर !!

और उसमे हजारो डाक्टर है !

जिनको खुद heart attack होने वाला था !!

वो वहाँ जाते है लौकी का रस पी पी कर आते है !!

3 महीने 4 महीने लौकी का रस पीकर वापिस आते है आकर फिर clinic पर बैठ जाते है !

वो बताते नहीं हम कहाँ गए थे !

वो कहते है हम न्युयार्क गए थे

हम जर्मनी गए थे आपरेशन करवाने !

वो राम देव के यहाँ गए थे !

और 3 महीने लौकी का रस पीकर आए है !

आकर फिर clinic मे आपरेशन करने लग गए है !

और वो आपको नहीं बताते कि आप भी लौकी का रस पियो !!

तो मित्रो जो ये रामदेव बताते है वे भी वागवट जी के आधार पर ही बताते है !!

वागवतट जी कहते है रक्त  की अम्लता कम करने की सबसे  ज्यादा ताकत लौकी मे ही है !

तो आप लौकी के रस का सेवन करे !!

कितना सेवन करे ?

रोज 200 से 300 मिलीग्राम पियो !!

कब पिये ??

सुबह खाली पेट (toilet जाने के बाद ) पी सकते है !!

या नाश्ते के आधे घंटे के बाद पी सकते है !!

 इस लौकी के रस को आप और ज्यादा क्षारीय बना सकते है !

इसमे 7 से 10 पत्ते के तुलसी के डाल लो

*तुलसी बहुत क्षारीय है !!*

इसके साथ आप पुदीने से 7 से 10 पत्ते मिला सकते है !

*पुदीना बहुत क्षारीय है !*

इसके साथ आप काला नमक या सेंधा नमक जरूर डाले !

ये भी बहुत क्षारीय है !!

लेकिन याद रखे नमक काला या सेंधा ही डाले !

वो दूसरा आयोडीन युक्त नमक कभी न डाले !!

ये आओडीन युक्त नमक अम्लीय है !!!!

तो मित्रों आप इस लौकी के जूस का सेवन जरूर करे !!

2 से 3 महीने आपकी सारी heart की blockage ठीक कर देगा !!

21 वे दिन ही आपको बहुत ज्यादा असर दिखना शुरू हो जाएगा !!!

कोई आपरेशन की आपको जरूरत नहीं पड़ेगी !!

घर मे ही हमारे भारत के आयुर्वेद से इसका इलाज हो जाएगा !!

और आपका अनमोल शरीर और लाखो रुपए आपरेशन के बच जाएँगे !

 *ॐ नमो भगवते वासुदेवाय*

As received in WhatsApp

Sep 16, 2017

Kidibai ni Jan- Garba geet : કીડીબાઇની જાન

કીડી બિચારી કીડલી રે, કીડીનાં લગનિયાં લેવાય,
પંખી પારેવડાંને નોતર્યાં, કીડીએ આપ્યાં સન્માન...
હાલો ને કીડીબાઇની જાનમાં, હાલો હાલોને કીડીબાઇની જાનમાં...

મોરલે બાંઘ્યો રૂડો માંડવો, ખજૂરો પીરસે ખારેક
ઘુડે રે ગાયાં રૂડાં ગીતડાં, પોપટ પીરસે પકવાન... હાલોને...

મકોડાને મોકલ્યો માળવે રે, લેવા માલવિયો ગોળ
પંડે રૂડો ને કેડ્ય પાતળી, ગોળ ઉપડ્યો ન જાય... હાલોને...

મીનીબાઈને મોકલ્યા ગામમાં રે, એવા નોતરવા ગામ
સામા મળ્યા બે કૂતરા, બિલાડીના કરડ્યા બે કાન.. હાલોને...

ઘોડે રે બાંઘ્યા પગે ધૂઘરા, કાંકીડે બાંધી છે કટાર
ઊંટે રે બાંઘ્યા ગળે ઢોલકા, ગધેડો ફૂંકે શરણાઈ... હાલોને...

ઊંદર મામા હાલ્યા રીંસામણે, બેઠા દરિયાને બેટ
દેડકો તો બેઠો ડગમગે, રે મને ડગલો પે’રાવ... હાલોને...

વાંહડે ચડ્યો એક વાંદર્યો, જુએ જાનુંની વાટ
આજ તો જાનને લૂંટવી, લેવા સરવેના પ્રાણ... હાલોને...

કઈ કીડી ને કોની જાન રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતિ, સમજો ચતુર સુજાણ... હાલોને..

Sep 12, 2017

ગુજરાતી સાહિત્યના અદભુત શેર... Gazal

ગુજરાતી સાહિત્યના અદભુત શેર...



મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
:- ઓજસ પાલનપુરી


અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
:-અનિલ ચાવડા


દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
 :- મરીઝ


જીવ હજી તો જભ્ભામાં છે,_
ફાટી ગઈ છે જાત કબીરા._
 :- ચંદ્રેશ મકવાણા


તારું કશું ન હોય તો છોડીને આવ તું,_
તારું જ બધું હોય તો છોડી બતાવ તું._
:- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
:- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
:- રાજેન્દ્ર શુક્લ


હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
 :- ચિનુ મોદી


જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,_
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?_
:- મનહર મોદી


પાનખર વીતી છતાં ખરતાં રહે છે_
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું._
:- ઉદયન ઠક્કર


શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,_
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
:- અનિલ ચાવડા


કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
:- જલન માતરી


ઘર સુધી તું આવવાની જીદ ન કર,_
ઘર નથી નહીંતર હું ના પાડું તને?_
:- ખલીલ ધનતેજવી


મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
 :- મનોજ ખંડેરિયા


ક્રોધ મારો જોઈને ડરશો નહીં,_
પુષ્પના ડાઘા કદી પડતા નથી._
:- ચિનુ મોદી


ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
 :- અનિલ ચાવડા


ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
  :- ભાવેશ ભટ્ટ


અફસોસ કેટલાય મને આગવા મળ્યા,
ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.
  :- ભરત વીંઝુડા


સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
 :- અનિલ ચાવડા


શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
- જલન માતરી


બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
*- મરીઝ*


જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,_
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
- મરીઝ


કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
- ઉદયન ઠક્કર


હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
- ગૌરાંગ ઠાકર


જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
- રાજેન્દ્ર શુક્લ


તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
- બાપુભાઈ ગઢવી


રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
- બરકત વિરાણી ‘બેફામ’


તફાવત એ જ છે,
તારા અને મારા વિષે,જાહિદ!
વિચારીને તું જીવે છે,
હું જીવીને વિચારું છું
- અમૃત ઘાયલ


જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
- સૅફ પાલનપુરી


તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
– શયદા


વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
- આદિલ મન્સૂરી


બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,_
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે._
:- મરીઝ


જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- મરીઝ


સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
- મુકુલ ચોક્સી


હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
- ઉદયન ઠક્કર


મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ


દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે,
હવે શત્રુઓ જ સ્વજન સુધી.
- ગની દહીંવાલા


જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
- અનિલ ચાવડા


જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
- ગની દહીંવાલા

 More Gazal 

હા યાદ છે - Rajnikant Kotecha


હા યાદ છે ...

એ માં નાં હાથ નો બાજરી નો રોટલો ...
મીઠી માખણ નિતરતી છાસ ...
ને લસુણી ચટણી ...
ગોળ તણો એ ગાંગડો- ઘી થી નિતરતો ..

દાદી ના પ્રેમ તણા હાથ થી...
ભોજન તણી થાળી માં ...
સ્નેહ પણ પીરસાતો ...

હતું તો ખાણું એ ગામઠી ...
પણ દિલ થી કહું તો ...
રજવાડું પણ લજવાતું ...

હા યાદ છે ...

આજે પણ બધું જ છે ...

એ માં નાં હાથ નો બાજરી નો રોટલો ...
મીઠી માખણ નિતરતી છાસ ...
ને લસુણી ચટણી ...

ગોળ તણો એ ગાંગડો- ઘી થી નિતરતો ..

પણ ..

કઈંક ...

પણ ...

કઇંક ...

દાદી ના પ્રેમ તણા હાથ થી...
ભોજન તણી થાળી માં ...
સ્નેહ પણ પીરસાતો ... ... ...


બા ... બા ... બા ...


ભોજન તણી થાળી માં
અશ્રુ-સ્નેહ ની ભિનાશ ...

       :- (લાલીયો) રજનીકાંત કોટેચા

Read More

નિશ્વાર્થ વિશ્વ ને શોધું હું વિશ્વ મહીં


નિશ્વાર્થ વિશ્વ ને શોધું
હું વિશ્વ મહીં,
અંતર વિશ્વ મહીં
વિશ્વાસ લઇ ને,

સફળ થઇશ,
વિશ્વાસ અંતર મહીં કલરવતો ...

Read More

દ્વંદ્વ યુધ્ધ- લક્ષ્ય, શરતો અને મારી વચ્ચે- રજનીકાંત કોટેચા

દ્વંદ્વ યુધ્ધ

લક્ષ્ય એક  ...
શાંતિ  ...આત્મિક શાંતિ,
આધ્યાત્મિક ઉન્નતિ જોઇએ ...

શરત ફકત આટલી જ  ...
નિત્યક્રમ આ જ ...
વહેવાર પણ આ જ ...
આદિ માન્યતા, મારી પરમ સખા,
છોડીશ નહીં ...
ઈગો  ઠેંસ પહોંચે તો સાંખીશ નહી ...

દ્વંદ્વ યુધ્ધ રહ્યુ ચાલી ...
લક્ષ્ય, શરતો અને મારી વચ્ચે

કોઈ તો મળશે,  મને શાંતિ અપાવશે ...
દિશા દેખાડશે,  મને શાંતિ અપાવશે ...

એક જ તો શરત છે મારી બસ,
વાતો જે ઊપર ની વિસરાય ના ...
માન્ય છે બાકી બધું જ મને ...

દ્વંદ્વ યુધ્ધ રહ્યુ ચાલી ..
લક્ષ્ય, શરતો અને મારી વચ્ચે...

સમય વિતતો જાય છે ...
સમય વિતતો જાય છે ... બસ જાય છે ...

Read More

જીવન ના નિયમો ને નિભાવી જાણ્યા-રજની


જીવન ના નિયમો ને નિભાવી જાણ્યા,

ઈચ્છા ઓ ને ટુંકાવી,
સંબંધો ની નાજુકતા ને માણી જાણ્યા,

વર્તુળ એ ઈચ્છાઓનું નાનુ થયું,
આપણાઓનાં વર્તુળ ને વિસ્તારી જાણ્યું,

આનંદ જ આનંદ છે ...
સબંધો ની નાજુકતા ને પાળવામાં,

રસ્તો કપાયા કર્યો,
સહુ ને અપાર પ્રેમ વિતરણ માં,

પરમાનંદ ને પહોચ્યો ત્યારે ...
મંઝિલ તણો અહેસાસ થયો ...

વિરામ સ્થાન છો ને આવે,
જ્યાં ભાતું ભરવાનું આવે...

દિલ માં સંતોષ લીધો આજે એ ...
જયા ભાતા સમો અહેસાસ મળ્યો ....

Read More

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<script>
     (adsbygoogle = window.adsbygoogle || []).push({
          google_ad_client: "ca-pub-8177477937140648",
          enable_page_level_ads: true
     });
</script>

Sep 11, 2017

ઘણુ સરળ છે જીવન

ઘણુ સરળ છે જીવન,
જો જીવવુ હોય તો !

ઘણુ જ રહસ્ય છે,
જો જાણવુ હોય તો !

ઘણુ મજાનું પણ છે,
જો માણવુ હોય તો !

પ્રશ્નો નહી તો ઘણા છે,
જો તાણવુ હોય તો !

ઈશ્વર તો હાજર જ છે,
કયાં દુર જવું પડે એમ છે !

અંતર નુ કમાડ ખોલ બસ,
વાસી રાખેલુ તાળુ હોય તો !
                       : " રજની "

Read More

Sep 8, 2017

Complaints- માણસ ની ફરિયાદો!

ટેકનિકલ ખામીને કારણે
સૂર્યોદય નહી થાય
આકાશમાં શું કયારેય ,
આવું લખેલુ પાટીયુ દેખાય ?

માંદો હોવાને કારણે ,
આજે ચંદ્ર નહિ દેખાય.
શુ રાત્રે આવા સમાચાર,
ગગન મા ફલેશ થાય?

બિલાડીને ઘુટણમાં વા થયો છે,
એનાથી ઊંદર નહિ પકડાય.
દરરોજ બે વાર મુવ લગાડે,
તો જ કંઇક થશે ઉપાય.

ભમરાના પગે છાલા પડયા છે,
હવે એનાથી ફુલ પર નહી બેસાય.
એની એડીએ ક્રેક ક્રીમ લગાવો,
તો જ એનાથી ફૂલ જોડે પ્રેમ થાય.

વાઘને આંખે મોતિયો આવ્યો,
એટલે એને શિકાર નહિ દેખાય.
એનુ ઓપરેશન તો થઈ શકે,
પણ ડોક્ટર વાઘ થી બહુ ગભરાય.

હાથીને કેળાની લાલચ ના આપો,
હવે એ કેળા નહિ ખાય.
ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનું ,
પછી કેટલુ વજન વધી જાય?

આ દુનિયા આખીમાં  બધા જીવો,
સરળતાથી જીવી જાય.
શુ માણસનું જ આખુ જીવન
બસ ફરિયાદોમાં જ પુરું થાય???!

જીવનમાં જેટલી ફરિયાદો ઓછી
એટલા તમે વધારે સુખી...

Sep 5, 2017

દીકરી ની મુઝવણ

સ્નેહા ૨૪ વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ ૧૦ થી ૧૨ છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી પિતા કરસનભાઈ અકળાઈ જતા. કરસનભાઈ ના પત્ની લીલાબેન નું ૪ વર્ષ પહેલા અકસ્માત માં અવસાન થયેલું અને એમને સંતાન માં એક માત્ર દીકરી રૂપે સ્નેહા હતી. કરસનભાઈ પ્રાંતિજ માં પ્રથમિક શાળા માં શિક્ષક હતા અને લીલાબેન પણ ધાર્મિક ભાવના વાળા હતા એટલે સ્નેહા ના ઘડતર અને સંસ્કારો માં કોઈ કમી નહોતી.

કરસનભાઈ એ એક વાર સ્નેહા ને પૂછી પણ જોયેલું કે, બેટા તારા ધ્યાન માં કોઈ છોકરો હોય તો મને બતાવ, હું તને લગ્ન કરતા નહિ રોકું, પણ સ્નેહા નો એકજ જવાબ રહેતો, ના પપ્પા એવું કઈ નથી. તો કરસનભાઈ એમ કહેતા તો કેમ બધીય વાર સામેના પક્ષે થી ના નો જવાબ આવે છે? અને સ્નેહા એકજ જવાબ આપતી પપ્પા એમાં આપણે શું ખબર પડે પપ્પા, એમના મન માં શું છે? કરસનભાઈ એ બચત પણ સારી એવી કરેલી જેથી એમને સમાજ માં શોભે એવા લગ્ન કરવામાં કોઈ તકલીફ પડે એમ નહોતી.

થોડા દિવસ પછી કરસનભાઈ ના દુરના મામા ના દીકરાએ એક સંબધ માટે સમાચાર મોકલ્યા, અને કહ્યું કે છોકરો સંસ્કારી અને દેખાવડો છે, અને પોતાનો વ્યવસાય પણ છે,પરંતુ તેના પિતા હયાત નથી. જો તમને અનુકુળ હોય તો આગળ વાત કરું. સ્નેહા એ સંમતી આપી એટલે મુલાકાત ની ગોઠવણ થઇ.

નિર્ધારિત દિવસે અપૂર્વ એની બહેન કેતકી, અને મમ્મી વાસંતીબેન સ્નેહા ને જોવા માટે આવ્યા. કરશનભાઈ એ મીઠો આવકાર આપ્યો અને સ્નેહા એ બધાય ની સરસ સરભરા કરી. અપૂર્વ એ અભ્યાસ માં M.Com કરેલું અને અભ્યાસ પૂરો કાર્ય પછી પિતા ના રેડીમેડ ગારમેન્ટ ના વ્યવસાય માં જોડાઈ ગયેલો. એમને અમદાવાદ માં રેડીમેડ ગારમેન્ટ ની મોટી દુકાન, અને વર્ષો થી સેટ થઇ ગયેલી એટલે અપૂર્વ ને કઈ વધુ મહેનત કરવાની નહોતી. પરંતુ અપૂર્વ ના વ્યવસાય માં જોડાયા ના એક વર્ષ પછી પુષ્કરભાઇ નું હૃદયરોગ ના હુમલા માં અવસાન થયેલું એટલે એના શિરે પરિવાર ની જવાબદારી આવી ગયેલી.

પુષ્કરભાઇ અને વાસંતીબેન ને સંતાનો માં એક દીકરો અપૂર્વ અને દીકરી કેતકી હતી. કેતકી અપૂર્વ કરતા મોટી અને એના લગ્ન થઇ ગયેલા. કેતકી પણ સુંદર અને સંકરી અને બધાય સાથે ભળી જાય એવી હતી. એ દિવસે અપૂર્વ અને સ્નેહા એ વાત કરી એના કરતા કેતકી એ સ્નેહા સાથે વધુ વાત કરી અને બંને એવા હળીમળી ગયા કે જાણે બંને બહેનો ના હોય? પણ અપૂર્વ સ્નેહા સાથે એકાંત માં વાત કરી ને આવ્યા પછી થોડો મુઝાયેલો રહેતો હોય એવું વાસંતીબેન ને એના ચહેરા ઉપર થી લાગ્યું. કેતકી તો હસતા હસતા એવું પણ બોલી ગઈ કે સ્નેહા અને અપૂર્વ ની જોડી જામે એવી છે.

કરસનભાઈ ને પણ પહેલી નજરે અપૂર્વ ગમી ગયેલો અને મન માં ભગવાન ને એવી પ્રાથના કરેલી કે આ સંબંધ માં સામેથી હા આવે તો સારું. વાસંતીબેને કરસનભાઈ ને એટલું કહ્યું કે અમે અપૂર્વ ની સાથે ચર્ચા કરી ને જવાબ આપીશું.

બે દિવસ વીતી જવા છતાં અપૂર્વ એ કોઈ જવાબ ના આપ્યો એટલે એક સાંજે વાસંતીબેન બોલ્યા: શું કારણ છે કે તું થોડો મને મુઝાયેલો દેખાય છે? કેમ સ્નેહા નથી ગમતી તને? સાથે કેતકી એ પણ કીધું આવી છોકરી અપૂર્વ તને નહિ મળે. તું હા કહી દે. સ્નેહા ના ઘરવાળા તરફ થી તો આપણે જોઇને સાંજે આવ્યા ત્યારેજ હા આવી ગઈ છે. હવે આપણે જવાબ આપવાનો છે.

આખરે અપૂર્વ એ કીધું મમ્મી એવું નથી સ્નેહા મને પણ ગમે છે પણ એની એક શરત છે એટલે હું થોડો મુઝવ છુ, વાસંતીબેન બોલ્યા શું શરત છે? એ તો કહે આપણ ને ઠીક નહિ લાગે તો આપણે ના કહી દઈશું. અપૂર્વ બોલ્યો કે સ્નેહા નું એવું કહેવું છે કે એની મમ્મી લીલાબેન હયાત નથી એટલે લગ્ન પછી એના પપ્પા એકલા પડી જાય... એટલે સ્નેહા એ એક માંગણી કરી છે કે જ્યાં સુધી પપ્પા જીવે ત્યાં સુધી હું મહિના માં એક થી બે વાર મારા પપ્પા ને મળવા જઈશ અને વર્ષ માં મારા પપ્પા ને એક વાર મારા ઘરે એક બે અઠવાડિયા રહેવા લાવીસ બસ આ શરત મંજુર હોય તોજ હું લગ્ન કરવા માગું છુ નહીતર મારે લગ્ન કરવા નથી. અને સાથે એમ પણ કહ્યું કે આ વાત તમારે મારા પપ્પા ને કરવાની નથી.

આટલી વાત સાંભળી ને કેતકી બોલીપડી કે એમાં શું વાંધો છે? એ તો આપણે સ્નેહા ની જગ્યાએ હોઈએ અને વિચારીએ તો ખબર પડે. પણ વાસંતીબેન કશુય બોલ્યા નહિ અને ચુપચાપ બેસી રહ્યા. કેતકી ને એમ કે મમ્મી હમણા કઈક બોલશે પણ વાસંતીબેન કાંઈજ ના બોલ્યા એટલે કેતકી થી ના રહેવાયું. મમ્મી કેમ તું કશુજ બોલાતી નથી કઈક તો કહે.

થોડી વાર પછી વાસંતીબેન બોલ્યા કે સ્નેહાએ જો શરત મૂકી છે તો આપણે પણ શરત મુકીએ જો એમને મંજુર હશે તો આપણે હા પડીશું નહીતર આપણા તરફ થી પણ ના કહી દઈશું. બે દિવસ પછી વાસંતીબેને કરશનભાઈ ને ફોન કરીને જણાવ્યું કે તમે સ્નેહા ને લઈને અમારા ઘરે આવો પછી આગળ વાત.

આબાજુ કેતકી અને અપૂર્વ વિચાર માં પડી ગયા કે મમ્મી ને વળી કેવી શરત મુકવી છે? અને ત્યાં કરશનભાઈ અને સ્નેહા વિચારવા લાગ્યા કે વાસંતીબેને એમ કેમ કહ્યું કે એક વાર તમે અહી આવો પછી આગળ વાત...

બે દિવસ પછી સ્નેહા કરશનભાઈ ની સાથે અપૂર્વ ના બંગલે આવી. વાસંતીબેન ઉમળકા ભેર આવકાર આપ્યો અને કેતકીએ બધાય ની ખુબજ સરસ સરભરા કરી. થોડી આડીઅવળી વાતો પછી વાસંતીબેન બોલ્યા: જુઓ કરશનભાઈ અમને સ્નેહા પસંદ તો છે.. પણ.. જો તમને મારી એક શરત મંજુર હોય તો અમારા તરફથી હા સમજવાની નહીતર ના ...

અપૂર્વ અને સ્નેહા ના લગ્ન પછી તમારે ત્યાં પ્રાંતિજ માં એકલા રહેવાનું નથી પરંતુ તમારે અમારી સાથે અહી આ બંગલા માં રહેવાનું છે. બંગલો ખુબ મોટો છે એટલે તમને અગવડ નહિ પડે અને હા મારી પાસે બીજો એક વિકલ્પ પણ છે. કદાચ તમને દીકરીને ત્યાં રહેવામાં સંકોચ થતો હોય તો અમારો એક બીજો બંગલો અહીંથી ૧૦ મિનીટ ના અંતરે છે એટલે તમે ત્યાં પણ રહી શકો છો. એ બંગલો એમ પણ બંધ હાલત માં છે કોઈને ભાડે પણ નથી આપતા. હું આ બાબત માં તમારા તરફ થી ના તો સાંભળવા માગતી જ નથી અને સ્નેહા અને અપૂર્વ ને દુખી કરવા પણ બિલકુલ માગતી નથી.

અને વાસંતીબેન સ્નેહા સામે જોઇને બોલ્યા : બેટા આટલી નાની વાત માં તું મુઝતી હતી. જેટલો તારો હક તારા પપ્પા પર છે એટલો અપૂર્વ નો પણ છે. કરસનભાઈ તો વિચાર માં પડી ગયા કે આ બધુય શું ચાલી રહ્યું છે? વાસંતીબેને કરસનભાઈ ની વિચાર મગ્ન અવસ્થા તોડતા સઘળી વાત કહી અને બોલ્યા કે મારે આવી દીકરી જોઈએ છે વહુ નહિ. આજે મારે એક નહિ બે દીકરીઓ છે કેતકી અને સ્નેહા.

વાસંતીબેન ની સઘળી વાત સાંભળી ને કરશનભાઈ ની આંખ માં પાણી આવી ગયા અને હવે એમને સમજાયું કે અત્યાર સુધી જે છોકરા સ્નેહા ને જોઇને જતા હતા અને શા માટે સામેથી ના પડતા હતા. સ્નેહા પણ કરશનભાઈ ની સામે જોઇને રડી પડી અને કરસનભાઈ ને વળગી ગઈ. વાસંતીબેન ઉભા થયા અને સ્નેહા ને માથે હાથ ફેરવ્યો અને સ્નેહા વાસંતીબેન ને પગે લાગી, તો વાસંતીબેને સ્નેહા ને ગળે લગાવી. આજે સ્નેહા ને માં અને બાપ બંનેનો પ્રેમ એક લાંબા સમય ના અંતરાલ પછી એક સાથે મળ્યો હતો. આજે બધાય ની આંખ માં આંસુ હતા પણ એ આંસુ પ્રેમ ના હતા ...

Aug 5, 2017

આપણા કાર્ય દ્વારા બીજા માટે ભગવાન પણ બનીએ.



આપણા કાર્ય દ્વારા બીજા માટે ભગવાન પણ બનીએ.

15 સૌનિકોની એક ટીમને 3 મહીના માટે એના મેજરની આગેવાની હેઠળ હીમાયલની બોર્ડર પર નિયુક્ત કરવામાં આવી. નિમણૂકના આદેશ મળતા જ ટીમ પોતાની ફરજના સ્થળે હાજર થવા માટે નીકળી પડી. રસ્તો ખુબ કઠીન હતો. ટીમના સભ્યોને ચા પીવાની બહુ ઇચ્છા હતી પણ આ પર્વતમાળા પર ચા ક્યાં મળે ? રસ્તામાં એક નાના ઢાબા જેવુ કંઇ દેખાયુ આંખો ઝીણી કરીને જોયુ તો એ ચા-નાસ્તા માટેની જ નાની દુકાન હતી. દુકાનને દુરથી જોઇને થાકેલા સૈનિકોના ચહેરા પર રોનક આવી.

દુકાન પાસે આવીને જોયુ તો ખબર પડી કે દુકાનને તાળુ મારેલુ છે. એક સૈનિકે તાળુ તોડીને જાતે ચા બનાવવાની વાત કરી. મેજરને એ અનૈતિક લાગ્યુ પણ ટીમના બધા સભ્યો લાંબી મુસાફરીથી થાકેલા હતા અને ઠંડી પણ ખુબ હતી એટલે મેજરે છુટ આપી. તાળુ તોડીને અંદર પ્રવેશ્યા. સદનસીબે ચા બનાવવા જરુરી બધો સામાન હતો અને નાસ્તા માટે બિસ્કીટ પણ હતા. ચા નાસ્તો કરીને વિદાય લેતી વખતે મેજરે એના પાકીટમાંથી 1000ની નોટ કાઢીને કાઉન્ટર પર મુકી અને ઉડી જ જાય એટલે એના પર વજન પણ મુક્યુ.

સૈનિકોની આ ટીમ પોતાની ત્રણ માસની ફરજ બજાવીને પરત આવતી હતી ત્યારે આ જ ચાની દુકાન પર રોકાયા. એક વૃધ્ધ દાદા દુકાનમાં હતા. સૈનિકો એમની જોડે વાતે વળગ્યા. દાદાએ પોતાના અનુભવની અને ભગવાનની વાતો કરી. એક સૈનિકે કહ્યુ, " કાકા, ભગવાન જેવુ કંઇ નથી, જો ભગવાન હોય તો તમે આવી વૃધ્ધાવસ્થામાં આમ હેરાન ન થતા હોય! "

દાદાએ કહ્યુ , " ના સાહેબ ભગવાન છે જ એના મારા એક અનુભવની તમને વાત કરુ. ત્રણ મહીના પહેલા મારા દિકરાને અકસ્માત થયેલો એટલે દુકાન બંધ કરીને હું ફટાફટ હોસ્પીટલ પહોંચ્યો. દવાના મારી પાસે પૈસા નહોતા. આવી મુશ્કેલ પરિસ્થિતીમાં માર્ગ બતાવવા મેં પ્રભુને પ્રાર્થના કરી. હું ત્યાંથી દુકાન પર આવ્યો તો તુટેલુ તાળુ જોઇને મને ધ્રાસકો પડ્યો. અંદર જઇને જોયુ તો કાઉન્ટર પર 1000ની નોટ પડી હતી. મેં ભગવાનનો ખુબ આભાર માન્યો એને મને મુશ્કેલીના સમયે મદદ કરી. ભગવાનની આ મદદથી મારો દિકરો બચી ગયો. સાહેબ, હવે તમે જ કહો કે આ 1000ની નોટ ભગવાન સિવાય બીજુ કોણ અહીંયા મુકવા આવે ? "
બધા સૈનિકોએ મેજર સામે જોયુ. મેજરના આંખના ઇશારાથી સૈનિકો સમજી ગયા કે કોઇએ કંઇ બોલવાનું નથી. વિદાય લેતી વખતે મેજર દાદાને ભેટ્યા અને કહ્યુ, " દાદા, તમે બિલકુલ સાચા છો. ભગવાન છે અને જરૂર પડે ત્યારે મદદ પણ કરે છે."

બોધપાઠ:
મિત્રો, આપણે આપણા કાર્ય દ્વારા બીજા કોઇ માટે ભગવાન પણ બની શકીએ છીએ. જીવનમાં એવા કાર્યો કરવા કે જેથી લોકોનો ભગવાન પરનો વિશ્વાસ વધે. કદાચ એવુ ન થાય તો કંઇ વાંધો નહી પણ એવા કામ તો ન જ કરવા કે જેથી ભગવાન પરનો વિશ્વાસ ઘટી જાય.

Jul 25, 2017

खवाहिश नही मुझे मशहुर होने की- प्रेम चंद्र

प्रेम चंद्र की एक सुंदर कविता
.
खवाहिश नही मुझे  मशहुर होने की
आप मुझे पहचानते हो बस इतना ही काफी है
अच्छे ने अच्छा और बुरे ने बुरा जाना मुझे
क्यों की जिसकी जितनी जरुरत थी
उसने उतना ही पहचाना मुझे !!

ज़िन्दगी का फ़लसफ़ा भी कितना अजीब है,
शामें कटती नहीं, और साल गुज़रते चले जा रहे हैं !!

एक अजीब सी दौड़ है ये ज़िन्दगी
जीत जाओ तो कई अपने पीछे छूट जाते हैं,
और हार जाओ तो अपने ही पीछे छोड़ जाते हैं !!

बैठ जाता हूं मिट्टी पे अक्सर...
क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है !!

मैंने समंदर से सीखा है जीने का सलीक़ा,
चुपचाप से बहना और अपनी मौज में रहना !!

ऐसा नहीं है कि मुझमें कोई ऐब नहीं है
पर सच कहता हूँ मुझमे कोई फरेब नहीं है !!


.
जल जाते हैं मेरे अंदाज़ से मेरे दुश्मन
क्यूंकि
एक मुद्दत से मैंने
न मोहब्बत बदली और न दोस्त बदले !!.

एक घड़ी ख़रीदकर हाथ मे क्या बाँध ली
वक़्त पीछे ही पड़ गया मेरे !!

सोचा था घर बना कर बैठुंगा सुकून से..
पर घर की ज़रूरतों ने मुसाफ़िर बना डाला !!!

सुकून की बात मत कर ऐ ग़ालिब....
बचपन वाला इतवार अब नहीं आता !!

जीवन की भाग-दौड़ में -
क्यूँ वक़्त के साथ रंगत खो जाती है ?
हँसती-खेलती ज़िन्दगी भी आम हो जाती है..
एक सवेरा था जब हँस कर उठते थे हम
और आज कई बार
बिना मुस्कुराये ही शाम हो जाती है !!

कितने दूर निकल गए, रिश्तो को निभाते निभाते..
खुद को खो दिया हमने, अपनों को पाते पाते..
लोग कहते है हम मुस्कुराते बहोत है,
और हम थक गए दर्द छुपाते छुपाते..
खुश हूँ और सबको खुश रखता हूँ,
लापरवाह हूँ फिर भी सबकी परवाह करता हूँ..
मालूम है कोई मोल नहीं मेरा,
फिर भी,
कुछ अनमोल लोगो से रिश्ता रखता हूँ !!

Jul 22, 2017

રૂપિયાનું મૂલ્ય

એક વખત એક માણસ ના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. 

સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. 

નોટે પુછ્યુ, “આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’ 

સિક્કાએ કહ્યુ, “આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું. 

આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું બધુ ફર્યા હશો ! 

આપનું મૂલ્ય મારા કરતા બેહજારગણું વધારે છે એટલે કેટલા લોકોને ઉપયોગી થયા હશો ?” 

નોટે દુ:ખી વદને કહ્યુ, “ભાઇ, તું વિચારે છે એવું કંઇ નથી. 

હું એક ઉદ્યોગપતિના કબજામાં હતી. એણે મને સાચવીને એની તિજોરીમાં રાખેલી. 

એકવખત મને તિજોરીમાંથી બહાર કાઢીને એણે કરેલા ટેકસચોરીના કૌભાંડને ઢાંકવા માટે  લાંચ તરીકે એક અધિકારીના હવાલે કરી. 

મને એમ થયુ કે ચાલો જેલમાંથી છુટ્યા હવે કોઇના ઉપયોગમાં આવીશ. 

પણ મારા સપનાઓ સપનાઓ જ રહ્યા કારણકે અધિકારીએ મને એના બેંકલોકરમાં કેદ કરી દીધી.

કેટલાય મહિનાઓ બાદ અધિકારીએ એક મોટો બંગલો ખરીદ્યો એટલે મલને બેંકલોકરમાંથી બહાર નીકળવાની તક મળી. 

જેવી બીલ્ડરના હાથમાં આવી કે એણે તો કોથળામાં પુરીને એક અંધારી જગ્યાએ મુકી દીધી. 

મારો તો શ્વાસ પણ રુંધાતો હતો. 

હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને આ માણસના ખીસ્સામાં પહોંચી છું. 

ભાઇ સાચુ કહુ તો મેં મારી જીંદગી જેલમાં જ વિતાવી છે.”
નોટે પોતાની વાત પુરી કરીને પછી સિક્કાને પુછ્યુ, “દોસ્ત, તું તો કહે તારા જન્મ પછી તું કેટલુક ફર્યો ? કોને કોને મળ્યો ?” 

સિક્કાએ હરખાતા હરખાતા કહ્યુ, “અરે દોસ્ત, શું વાત કરુ ? હું તો ખૂબ ફર્યો. 

એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાથી વળી ત્રીજી જગ્યાએ સતત ફરતો જ રહ્યો. 

ક્યારેક ભીખારી પાસે જઇને એને બીસ્કીટનું પેકેટ અપાવ્યું તો ક્યારેક નાના બાળકના હાથમાં જઇને એને ચોકલેટ અપાવી.

પવિત્ર તીર્થસ્થાનોમાં જઇ આવ્યો, પવિત્ર નદીઓમાં નાહી આવ્યો અને પ્રભુના ચરણસ્પર્શ પણ કરી આવ્યો. 

ક્યારેક હું આરતીની થાળીમાં જઇ આવ્યો તો ક્યારેક અલ્લાહની ચાદરમાં પણ પોઢી આવ્યો. 

મને ખૂબ મજા આવે છે અને જેની જેની પાસે જાવ છું એને પણ મજા કરાવું છું." 

સિક્કાની વાત સાંભળીને નોટની આંખો ભીની થઇ ગઇ. 

તમે કેટલા મોટા છો એના કરતા તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા એ વધુ મહત્વનું છે.

મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહી બહુ મોટા છે.

Jul 14, 2017

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,

વ્યસ્તતા એ માજા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,

આંખના ખૂણા મેં સાફ કર્યા હતા  કે,
ખરી ગયું એ પાણી, એ  યાદ નથી,

યાદ છે આપવાના કોને  કેટલા મારે,
કેટલી છે ઉઘરાણી, એ યાદ નથી,

આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,

જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ  યાદ નથી,

જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,

ઉભો નથી કતારમાં તારા મંદિરેઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી,

બોર્ડની પરીક્ષા- exam


બોર્ડની પરીક્ષા એ આપણા જીવનની સફળતા કે નિષ્ફળતાની પારાશીશી નથી. આ, તો માત્ર એક શૈક્ષણિક પરીક્ષા છે.
આના પરિણામ ઉપરથી તમે જીવનમાં કેટલા આગળ વધશો એ નક્કી નથી થવાનું.
માટે, ચિંતા છોડો અને આનંદ કરતા કરતા હસતા ચહેરે રિઝલ્ટ સ્વિકારો !

માં-બાપને નમ્ર વિનંતી કે તમારા બાળકની ક્ષમતાને સમજો. અગિયારમા ધોરણ સુધી ૬૫% લાવતું બાળક અચાનક બારમામાં ૯૦% લાવશે એવી અપેક્ષા રાખવી એ પણ મૂર્ખામી છે.

પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કહ્યું છે કે જયારે માબાપ પોતાની અતૃપ્ત ઈચ્છા સંતાન પાસે પૂરી કરાવવાની ઘેલછા રાખે છે ત્યારે તેમાંથી આપઘાત જેવા અનિષ્ટનો જન્મ થાય છે.

જે વિદ્યાર્થીઓ દસમા ધોરણની પરીક્ષા આપવાના છે એ લોકોની જાણ ખાતર કે તમે ડિપ્લોમા કરવાના હોય તો ઠીક છે બાકી તમારી દશમાની માર્કશીટ જન્મ તારીખના દાખલા સિવાય બીજે ક્યાંય કામ આવવાની નથી.
માટે દશમાની પરીક્ષાનું જરાય બર્ડન રાખશો નહીં.

સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દશમાં ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણવામાં આવે છે.
અમિતાભ બચ્ચન રેડીયો ની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચનસાહેબના અવાજ ઉપર ફીદા છે.
પૂજ્ય મોરારીબાપુ દશમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પીએચ.ડી. કરેલા લોકો પણ પૂજ્ય બાપુને નવ-નવ દિવસ સુધી પલાઠીવાળીને સાંભળે છે.

પ્રમુખસ્વામી મહારાજે ધોરણ:૬ સુધી અભ્યાસ કરેલો છતાંયે વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હજારો મંદિરો તથા સ્કૂલ- હોસ્પિટલ નુ નિર્માણ કર્યું.

 મહાત્મા ગાંધી,  આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક્સ લાવ્યા હતા.

એનો મતલબ એવો નથી કે નાપાસ થાય એજ સફળ થાય પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે.
શરત એટલી  કે જીવતા રહેવું જોઈએ !

માટે, કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાવ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો. ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, મરવા માટે નથી આપી.

જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડાના બારણાં પાછળ સંતાઈને કામ કરતી પોતાની માતાના ચહેરા સામે ધારી-ધારીને જોયા કરવું અને પોતાની જાતને પૂછવું કે કોણ મોટું : તને ૯-૯ મહિના ઉદરમાં રાખી મોતની સામે બાથ ભીડી તને જન્મ આપનાર અને આટલો મોટો કરનાર તારી માં મહત્વની છે કે તારું પરિણામ ?
જો હું આત્મહત્યા કરીશ તો મારી વહાલી માં પર શી વીતશે ?
પંખે લટકાયેલો નિષ્પ્રાણ દેહ જયારે જનેતા જોશે ત્યારે એની શુ હાલત થશે ?

તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવશો તો તમારા માબાપને અવશ્ય ગૌરવ થશે પણ તમે ઓછા ટકા લાવશો કે નાપાસ થશો તો તમારા માબાપનું માથું શરમથી ઝૂકી જશે એવો ભ્રમ મગજમાંથી કાઢી નાખજો.
મોટા ભાગના આપઘાત "સમાજમાં આપણી શું આબરૂ રહેશે" એવી  ખોટી બીક ના લીધે જ થતા હોય છે.

માટે, વિદ્યાર્થી ભાઈ-બહેનો ખુબ મહેનત કરો. મહેનત કરવામાં આળસ ન કરવી. પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે એને સહર્ષ સ્વીકારતા શીખવું !

આખા વિશ્વમાં વિદ્યાર્થીઓના આપઘાત સૌથી વધુ ભારતમાં થાય છે. એમાં પણ, બોર્ડની પરીક્ષા દરમિયાન આપઘાતનું પ્રમાણ વધી જાય છે.

આવા સમયે જ વિદ્યાર્થીઓને  બે સારા શબ્દો દ્વારા પ્રોત્સાહનની જરૂર હોય છે. હું પણ શિક્ષક હોવાથી મને અનુભવ છે કે બોર્ડની પરીક્ષા વખતે અમારા ઉપર કેટલું દબાણ હોય છે.

જો તમને મારા વિચારો ગમ્યા હોય તો બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી અવશ્ય પહોંચાડજો.
તમે તમારા શબ્દોI વિચારો પણ ઉમેરી શકો છો.
શુ ખબર ! આપણા દ્વારા લખાયેલા થોડા શબ્દોI કોઈને નવું જીવન આપી દે.

ગુણાતિતાનંદસ્વામીએ કહ્યું છે કે
"એક જીવને ઉગારવાથી ( આપઘાત કરતો અટકાવવાથી ) આખા બ્રહ્માંડને ઉગારવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે."

ચાલો ! આપણે સૌ સાથે મળીને "આપઘાતની ઘાત ટાળીએ"

Jul 12, 2017

ચિંતનની પળે :કૃષ્ણકાંત ઉનડકટ

આપણે કોઇનું સારું જોઇને કેવા અને કેટલા ખુશ થતાં હોઇએ છીએ?તમારા સુખને ક્યારેય કોઇના સુખ સાથે સ્પર્ધામાં ન ઉતારો. આપણે આપણા સુખે જ સુખી થવાનું હોય છે. વાંચો,‘ચિંતનની પળે’.

તું કોઈનું સારું જોઈને
કેમ રાજી થતો નથી?
ચિંતનની પળે :કૃષ્ણકાંત ઉનડકટ

બંધ દરવાજાની ભીતર કોણ છે,
હું જો બહાર છું તો અંદર કોણ છે?
લાવ, ચાખી જોઈએ ખારાશને,
તું નદી છે તો સમંદર કોણ છે?
-હનીફ સાહિલ.

‘મારા માટે ખુશીની વ્યાખ્યા એટલે તારું ખુશ હોવું. તું મજામાં હોય એટલે મારી આસપાસ પણ આનંદ આળોટતો હોય. તારા ચહેરા પરનું હાસ્ય મને થોડોક ખીલવી દે છે. તારો તરવરાટ મારામાં થોડોક થનગનાટ ઉમેરે છે. તું જ તો કારણ હોય છે મારી મસ્તીનું. તારાથી વધુ કશું છે જ નહીં. તું મારા બધા નિયમોનો અપવાદ છે. તારા કારણે જ તો મારું આયખું આબાદ છે. તારી સફળતા એ મારું સુખ છે. તારું સપનું,એ મારી મંજિલ છે અને તારી મંજિલ એ મારું સપનું છે.’ તમે કોના માટે આવું કહી શકો છો? કોના સુખથી તમને ફેર પડે છે? કોનું અસ્તિત્વ તમારા માટે આહ્લાદક છે? કોની નજર તમારા માટે નશો છે? કોનું સાંનિધ્ય તમારા માટે સમયની સાર્થકતા છે? કોનાં ટેરવાંની ટોચનો સ્પર્શ તમારા રોમેરોમને મહેકાવી દે છે? એને સાચવી રાખજો. એ આપણી હયાતિના હિસ્સેદાર હોય છે. એની પાસે વ્યક્ત થવામાં કોઈ કમી ન રાખતા.

એક છોકરીને એની બહેનપણીએ પૂછ્યું. તું એનામાં એવું તે શું જોઈ ગઈ કે એના પ્રેમમાં પડી ગઈ? તને એની કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ?પ્રેમિકાએ કહ્યું, એ કોઈનું સારું જોઈને રાજી થાય છે. કોઈએ સારું કામ કર્યું હોય તો એ ખુલ્લા દિલે વખાણ કરે છે. જેનું દિલ સાફ હોય એ જ બીજાની તારીફ કરી શકે. એનામાં સ્વીકાર છે. એનામાં સહજતા છે. હું એને જોઈને વધુ સારી બનું છું. મને તેની સાથેની એક ઘટના યાદ આવે છે.

અમે કોલેજમાં હતા. કોલેજના એન્યુઅલ ફંક્શન વખતે મોનો એક્ટિંગ કમ્પિટિશન હતી. સ્પર્ધા જીતવા તેણે ખૂબ મહેનત કરી હતી. તેણે બેસ્ટ પર્ફોમ કર્યું. એના પછી બીજા પાર્ટિસિપેન્ટ્સે પર્ફોમ કર્યું. રિઝલ્ટ આવવાનું હતું ત્યારે મેં એને પૂછ્યું, શું લાગે છે? તેણે બહુ નિખાલસતાથી કહ્યું કે, હું બીજા નંબરે આવીશ! રિઝલ્ટ આવ્યું ત્યારે ખરેખર એવું થયું. એ બીજા નંબરે જ આવ્યો. મેં તેને પૂછ્યું કે તને કેમ ખબર પડી? ફર્સ્ટ આવેલા વિશે તેણે કહ્યું કે એનું પર્ફોમન્સ ધ બેસ્ટ હતું. એ જ ફર્સ્ટ પ્રાઇઝ ડિઝર્વ કરતો હતો. મેં પૂછ્યું,તને ઈર્ષા નથી થતી?તેણે કહ્યું, બિલકુલ નહીં. ઈર્ષા કરવાનો કોઈ મતલબ જ નથી. જે બેસ્ટ હોય એને જ મળવું જોઈએ. મારે ફર્સ્ટ આવવું હતું. મને એ સમજાયું કે હવે મારે ફર્સ્ટ આવવું હશે તો મારે વધુ મહેનત કરવી પડશે. એટલું જ નહીં, જે ફર્સ્ટ આવ્યો એને હગ કરીને તેણે અભિનંદન આપ્યાં. તેનાં વખાણ કર્યાં. તેને શુભકામના પાઠવી. એનું આવું વર્તન જ મને ટચ કરી જાય છે.

આપણે વખાણ કરતા હોઈએ છીએ,પણ જ્યાં આપણે પોતે સ્પર્ધામાં ન હોઈએ ત્યાં! આપણે તો નાની-નાની વાતમાં પણ ઈર્ષા કરતા હોઈએ છીએ. આપણે બધી જ જગ્યાએ છવાઈ જવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આમ જુઓ તો એમાં કંઈ ખોટું પણ નથી. ખોટું એ છે જ્યારે કોઈ છવાઈ જાય ત્યારે આપણાથી સહન ન થાય. આપણી માનસિકતા કે આપણી ફિલોસોફી કોઈના આધારિત ન હોવી જોઈએ, એ આપણા આધારિત જ હોવી જોઈએ. બે મિત્રોની વાત છે. બંને સરસ મજાના ફ્લેટમાં રહેતા હતા. થોડાંક વર્ષો પછી એક મિત્રે બંગલો બનાવ્યો અને ત્યાં રહેવા ગયો. બીજા મિત્રે ફ્લેટમાં રહેતાં મિત્રને કહ્યું, હવે તું પણ મસ્ત મજાનો બંગલો બનાવી લે. આ વાત સાંભળીને પેલા મિત્રે કહ્યું, ના મને એવી કોઈ જરૂર લાગતી નથી. મારો ફ્લેટ પૂરતો છે. મને આટલી જગ્યા ગમે છે. બીજી વાત એ કે મારી કંઈ એની સાથે હરીફાઈ નથી. એ એની પસંદ છે અને આ મારી ચોઇસ છે.

આપણી પાસે આપણાં પૂરતું હોય તો પણ આપણાથી વધુ કોઈનું જોઈને આપણે કેમ રાજી થતાં નથી? પોતાની જરૂરિયાતો માણસે પોતે નક્કી કરવાની હોય છે. આપણાં દુ:ખનું એક અને સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે આપણાં સુખની સરખામણી પણ કોઈના સુખ સાથે કરતા રહીએ છીએ. કોઈ પાસે વધુ હોય અથવા તો કોઈ આપણાથી આગળ હોય એટલે આપણે માની લઈએ છીએ કે એ આપણાથી વધુ સુખી છે. આપણે જ્યાં સુધી આપણને સુખી ન માની શકીએ ત્યાં સુધી આપણને કોઈ સુખી ન કરી શકે. સુખી તો માણસે પોતે જ થવું પડે. સુખી થવા માટે સંપત્તિની જરૂર નથી,પણ સમજની જરૂર છે.

સુખ આલિશાન હોતું નથી. સુખ તો સૂક્ષ્મ હોય છે. સુખને અઢળક સાથે કંઈ લાગતું વળગતું નથી. સુખ તો અલ્પ છે. એક રૂમ રસોડાના ઘરમાં પણ સુખ ધબકતું હોય છે અને આલિશાન મકાનમાં પણ ઉદાસી અંજાયેલી હોય છે. સુખને આપણે બહુ મર્યાદિત બનાવી દીધું છે, એટલે જ દુ:ખ વિકરાળ લાગે છે.

કોઈ સારા અને સહજ માણસને જોઈને આપણે એવું કહીએ છીએ કે, એ બહુ ડાઉન ટુ અર્થ છે. ડાઉન ટુ અર્થ એટલે શું? એટલે કદાચ એવું કે, એ જેવો હોવો જોઈએ એવો જ માણસ છે! માણસ જેવા માણસ હોવું એ પણ આજે એક સિદ્ધિ ગણાવા લાગી છે, તેનું કારણ એ છે કે બધા માણસ બની શકતા નથી. બધા ડાઉન ટુ અર્થ રહી શકતા નથી. જે ડાઉન ટુ અર્થ નથી એના માટે આપણે ક્યારેય એવું નથી કહેતા કે, ‘અપ ટુ અર્થ’ છે. અપ ટુ અર્થ કોઈ હોતું નથી, એ વાત જુદી છે કે ઘણા લોકો ‘હવા’માં હોય છે. હવામાં રહેનારા લોકો એ ભૂલી જતાં હોય છે કે હવા બદલાતી હોય છે. હવાનું રૂખ પલટાતું રહે છે. તમે ડાઉન ટુ અર્થ હશો તો જ જમીન સાથે જોડાયેલા રહેશો. હવામાં રહેનારા ઘણા ઊડી જતા હોય છે.

ખેલદિલી માત્ર રમતના મેદાનમાં જ બતાવવાની નથી હોતી, ખેલદિલી તો રોજેરોજ જીવવાની હોય છે. મિત્રોનું એક ગ્રૂપ હતું. એક મિત્રને સારી જોબ મળી. બીજા એક મિત્રે ખાનગીમાં કહ્યું કે, એ સાલ્લો આગળ નીકળી ગયો. હવે ભારમાં ફરશે. પોતાની જાતને કંઈક સમજશે. આ વાત સાંભળીને તેના મિત્રે કહ્યું કે, યાર તું કોઈનું સારું જોઈને ખુશ કેમ નથી થતો? એ શું કરશે એની ચિંતા તું શા માટે કરે છે? તારે શું કરવું જોઈએ એનો વિચાર કરને! ક્યાં સુધી તું બીજાની ટીકા અને ઈર્ષા કરતો રહીશ? તું સફળ થવાના પ્રયાસ કર,પણ બીજાની સફળતાને તારા સુખ કે દુ:ખનો આધાર ન બનાવો.

હમણાંની જ એક વાત છે. એક છોકરીને એક્ઝામમાં બેસ્ટ માર્ક્સ આવ્યા. સેન્ટરમાં એનો નંબર હતો. રિઝલ્ટ આવ્યું એટલે એની મમ્મીએ કહ્યું કે, હવે આખા ફેમિલીવાળા બળી જશે. હવે બધાને ખબર પડશે કે તું કેટલી આગળ છે! આપણાં કરતાં વધુ સુખી છે એનાં છોકરાંવ ડોબાં છે. આપણી પાસે ઓછું છે, પણ બધાને બતાડી દીધું. આ વાત સાંભળીને દીકરીએ બહુ સલુકાઈથી કહ્યું કે,મમ્મી, મેં આ કંઈ કોઈને બતાડી દેવા માટે નથી કર્યું! મારે કોઈને બાળવા નથી. તું પણ એવું ન વિચાર. આપણી પાસે ઓછું છે તો શું થયું? એને અને મારી પરીક્ષાના રિઝલ્ટને શા માટે જોડે છે?તારે ખુશ થવું હોય તો મારા રિઝલ્ટથી ખુશ થા, પણ કોઈ બળશે એ વિચારીને ખુશ ન થા. એ વાજબી નથી.

સુખને ક્યારેય સ્પર્ધામાં ન ઉતારો,એવું કરશો તો દુ:ખી થશો. રાજી રહેવાવાળા જ રાજી કરી શકતા હોય છે. પોતાને સુખી સમજતાં હોય એ જ બીજાને સુખી કરશે. સરખામણી કરતા રહેશો તો કંઈ સરખું નહીં લાગે. નક્કી કરજો કે તમારે સુખી દેખાવવું છે કે સુખી થવું છે? સુખી થવું હોય તો તમારા પાસે સુખનાં પૂરતાં કારણો છે જ. સુખનાં કારણો પકડી રાખજો નહીંતર દુ:ખનાં કારણો તમને વળગેલાં જ રહેશે!

છેલ્લો સીન:
તમારી વાણીને મૌન કરતાં સારી બનાવો અથવા ચૂપ રહો.   –ડાયોનિસિયસ.

(‘દિવ્ય ભાસ્કર’,‘કળશ’ પૂર્તિ, તા. 24મે 2017, બુધવાર,‘ચિંતનની પળે’કોલમ)
kkantu@gmail.com

Jun 29, 2017

સ્વાસ્થ્યની ચાવી - ગુણવંત શાહ

માંદગી કોઈ ખાનગી ગરબડનું બીજું નામ છે. ખરી ગરબડ મનમાં શરૂ થાય છે. શરીર તો એ ગરબડની ચાડી ખાય છે. ભવિષ્યમાં વિજ્ઞાન એવું જરૂર સાબિત કરશે કે માણસના ઘણાખરા રોગો દ્વેષમૂલક, ઈર્ષ્યામૂલક અને વેરમૂલક હોય છે. ક્ષમા, ઉદારતા રોગશામક છે. પ્રેમ રોગમુક્ત થવામાં મદદરૂપ થાય છે. શાંતિ આરોગ્ય માટે અત્યંત ઉપરકારક છે.

એક વિચારક કહે છે કે, \'તંદુરસ્તી જો દવાની બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત.\' તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિઓએ પ્રાર્થના કરેલી : \'હે ભગવાન ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર રહો.\'

રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે. ટેકનોલોજી એટલે તાણોલોજી ! ટેકનોલોજી આપણને સગવડપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો હોય છે. બેઠાડુ માણસનું તખ્ખલુસ
'બંધકોષ બંદોપાધ્યાય' હોવું જોઈએ. તમે એને ઘણી વાર મળી ચૂક્યા છો. હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રીમિયમ કેટલું ? નિયમિત કસરત અને માફસરનો આહાર !

કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે તાતા છો,

ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો.

કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો.

કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો માનવું કે તમે સજ્જન છો.

 જો ઘણુંખરું આનંદમય રહેતા હો તો માનવું કે તમે \'તમે\' છો.

BLOOD GROUP COMPATIBILITY

Type and how common is it

*O+*       1 in 3        37.4%
(Most common)

*A+*        1 in 3        35.7%

*B+*        1 in 12        8.5%

*AB+*     1 in 29        3.4%

*O-*        1 in 15        6.6%

*A-*        1 in 16        6.3%

*B-*        1 in 67        1.5%

*AB-*     1 in 167        .6%
(Rarest)

*Compatible Blood Types*

O- can receive *O-*

O+ can receive *O+, O-*

A- can receive *A-, O-*

A+ can receive *A+, A-, O+, O-*

B- can receive *B-, O-*

B+ can receive *B+, B-, O+, O-*

AB- can receive *AB-, B-, A-, O-*

AB+ can receive *AB+, AB-, B+, B-, A+,  A-,  O+,  O-

મન નું મન માં રાખતા નહીં,

અંતર ના આશીષ
મન નું મન માં *રાખતા નહીં,*
તક મળે ત્યાં *બોલી દેજો!*

ઘુંચ બનવા ની *રાહ ના જોતા,*
ગાંઠ મળે ત્યાં *ખોલી લેજો!*

હોઠ મળે જો *કોરા ક્યાંય,*
સ્મિત તમારું *આપી દેજો!*

પાંપણ મળે જો *ભીના ક્યાંય,*
અશ્રુ એના *લૂછી લેજો!*

અભિમાન ઓગળવા ની *આવડત રાખી,*
સ્વાભિમાન નું સૌંદર્ય પણ *સાચવી લેજો!*

અંત તો આવશે *જીવનમાં અનેક,*
પ્રત્યક્ષ ક્ષણ ને પકડી અનંત એમાં *જીવી લેજો!

बारिश

बारिश पड़े तो भागिए नहीं.......
छत नहीं खोजिये........
छाते कभी-कभार बंद रखिये......
किस बात का डर है......?
भीग जायेंगे न...........?

तो क्या हुआ......
 पिघलेंगे नहीं.. ...
.फिर से सूख जायेंगे.. ....

तेजाब नहीं बरस रहा है........

आपकी 799 वाली टी-शर्ट भी सूख जायेगी....
ब्रांड भी उसका Levis से Lebis नहीं हो जायेगा..... ...

मोबाइल पालीथिन में कस के रख लीजिये.....
सड़क साफ़ है.. .....कोई नहीं आएगा.......

उस स्ट्रीट लैम्प की पीली रौशनी में डिस्को करती बूंदों को देखिये..........

थोड़ा धीरे चलिए.......
जल्दी पहुंच के भी क्या बदल जाना है......

बारिश बदलाव है.......
मौसम का....
 मन का.....
कल्पनाओं का.......
और लाइफ के गियर का......
दिमाग से दिल की तरफ........

सब धुल रहा है........
 प्रकृति सब कुछ धो रही है.. ........
आप क्यूँ उसी मनहूसियत की चीकट लपेटे घूम रहे हैं.........

याद कीजिये...........

 वो कागज़ की नाव, कॅालेज/कोचिंग  में भीगे सिर आए वो लड़की, लड़के, बारिश में जबरदस्ती नाचने को खींच कर ले गये दोस्त........

सब चलते-चलते याद कीजिये.........

दुहराना आसान नहीं होता........
 दुहराना चाहिए भी नहीं........
 लेकिन सहेजा तो जा ही सकता है..........
ताकि ऐसी किसी बारिश में चलते-चलते सोच के मुस्कुराया भी जा सके.........

ज़ुकाम से मत डरिये.........
दवा से सही हो जायेगा.........

बारिश से डरेंगे तो फिर ज़ुकाम आपका महंगा वाला शावर भी ठीक नहीं कर पायेगा.........

और वैसे भी........
मैंने शावर में सिर्फ लोगों को रोते सुना है.........
मुस्कुराते नहीं........
क्योंकि  उनका गाना भी रोने से कम नहीं होता है..........

बारिश आई है...........
थोड़ा चल लीजिये..........
थोड़ा भीग लीजिये...........
खुद से मिल लीजिये.........
थोड़ा मुस्कुरा भी लीजिये.......

क्योंकि बारिश चन्द दिनों के लिये आई है.......
जैसे सावन में बिटिया घर आई हो.........

चली जायेगी वापस............
फिर न रोइयेगा कि अब कब आयेगी..........

बारिश हो रही है......
.उसके सहारे कुछ पल अपने लिये भी जी लेने की कोशिश कर लीजिये.

Jun 27, 2017

પ્રેમનું વ્યાજ

પ્રેમનું વ્યાજ

“પપ્પા, મારે નવો ધંધો કરવો છે.” રાજે તેના પિતાને કીધું.

“અરે! તેની શું જરૂર છે? આપણા નાણાંધીરનારની પેઢી આટલી સરસ ચાલે છે. તું ઈચ્છે તો ત્યાં બેસી શકે છે દીકરા.” રાજના પિતાએ તેને જણાવ્યું.

“ના પપ્પા. મારે મારા ભણતરના લાયક ધંધો કરવો છે.” રાજે તેનો મત જણાવ્યો.

“અરે! ચલ, તે તો સારી વાત કહેવાય. કર કર, દીકરા. મારા આશીર્વાદ તારી સાથે છે.” રાજના પિતાએ જણાવ્યું.

“પરંતુ, એક અડચણ છે. જેમાં તમારી મદદ જોઈએ છે.” રાજે મુદ્દાની વાત પર આવતા જણાવ્યું.

“શું અડચણ છે બેટા?” રાજના પિતાએ ભાવુક ભાવે પૂછ્યું.

“ધંધો કરવા પૈસાની જરૂર પડે, જે મારી પાસે નથી અને મેં બેંકમાં તપાસ કરાવી તો ત્યાં પણ લોન ખૂબ જ ઉંચા વ્યાજદરે મળે છે. એટલે મેં વિચાર્યું કે, કદાચ તમે મદદ કરી શકો તો.” રાજે મુદ્દાની વાત જણાવતા કહ્યું.

“વાત તો તારી ખરી છે દીકરા. આપણા નાણાંધીરનારની વ્યાજદર બેંકની સરખામણીમાં સાવ સામાન્ય છે. હું મુનીમજીને વાત કરી લઈશ. તું તારે કાલે આપણા ત્યાંથી સામાન્ય વ્યાજે પૈસા લઇ જજે. આમ પણ તું જાણે છે કે મારા મર્યા પછી બધા જ પૈસા મેં દાનમાં લખી દીધા છે, એટલે તું પણ વ્યાજ દઈને થોડું પુણ્ય કમાઈ લે દીકરા.” આટલું કહીને રાજના પિતા તેમના રૂમમાં જતા રહ્યા.

રાજને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું કે પિતાને પણ વ્યાજ આપવાનું. મનમાં ઘણાબધા નકારાત્મક વિચારો આવવા લાગ્યા જે રાજે અવગણ્યા. બીજા દિવસે તેણે મુનીમજી પાસેથી લાખો રૂપિયા લઇ લીધા અને ધંધો શરૂ કર્યો.

રાજની મહેનત અને આવડતથી ધંધો ખુબ જ સરસ ચાલી રહ્યો હતો એટલે તે મુનીમજીને વર્ષોં સૂધી સમયસર વ્યાજ આપતો રહ્યો.
પરંતુ, “જે પછાડે નહીં તે ધંધો કેવો?”. આખરે રાજને પણ ધંધામાં નુકશાન જવા લાગ્યું. તેનું નુકશાન એટલું મોટું હતું કે વ્યાજ ચૂકવવા તેની પાસે પૈસા પણ નતા.

આખરે અચાનક, તેને મુનીમજીનો ફોન આવ્યો અને સમાચાર મળ્યા કે તેના પિતાનું નિધન થયું છે. રાજ શોકમાં પરોવાઈ ગયો. હજુ તો ધંધાના નુકશાન ગણી રહ્યો હતો ત્યાં ઝીંદગીનું મોટામાં મોટું નુકશાન ગણાવી દીધું. આખરે દુનિયાના સૌથી કડવા સત્ય મોતને રાજે પણ માનવું પડ્યું અને તેણે વિધી-વિધાનસર તેના પિતાને અંતિમ વિદાય આપી.

રાજ બેખૂબી જાણતો હતો કે તેના પિતાએ તેમનું બધું નાણું દાન કરી દીધુ હતું અને ધંધામાં બહુ મોટું નુકશાન હતું એટલે તે ઘણીબધી દુવિધાઓથી લડી રહ્યો હતો. ત્યાંજ મુનીમજી તેને મળવા આવ્યા અને તેને કરોડો રૂપિયા આપ્યા.

રાજ અચરજ સાથે પૂછી બેઠો કે, “આ શું? પપ્પાએ તો તેમનું બધું નાણું દાન કરી દીધું છે. તો આ કરોડો રૂપિયા શેના?”

મુનીમજી હસ્યા અને કહ્યું, “હા રાજભાઈ, મારા સાહેબે બધું દાન તો કરી દીધું છે. પરંતુ મારા સાહેબ આખરે એક પિતા પણ હતા. તેમણે તમારા પાસેથી વ્યાજ તમારા ભવિષ્ય માટે જ લીધું હતું. તમારા વ્યાજના રૂપિયા તેઓ તમારા માટે જ ભેગા કરીને વ્યાજે ફેરવતા હતા. દુનિયાના કોઈ પણ પિતાની જેમ તે ફક્ત એટલું જ ઇચ્છતા હતા કે તેમનો દીકરો તેમના પગ પર ઉભો થાય અને તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. હું તેમને જયારે તમારા વ્યાજ વિશે પૂછતો ત્યારે તે હંમેશા કહેતા કે દીકરાનું વ્યાજ તો ‘તેનો પણ દીકરો એટલે કે પૌત્ર હોય’, રૂપિયા-પૈસા નહીં.”

આટલું સાંભળતા જ રાજ રડી પડ્યો કારણકે ફરી એકવાર તેના પિતાએ તેને એમના પ્રેમનો દેણદાર બનાવી દીધો હતો.

મિત્રો, પિતા આવા જ હોય છે. તે તો તેમના પ્રેમ અને જવાબદારી જેવી મૂડી આપણા પાછળ સતત ખર્ચતા જ રહે છે, પણ શું આપણે પ્રેમનું વ્યાજ તેમને સમયસર ચૂકવીએ છે? ચુકવતા રહેજો, કારણ કે આવા પ્રેમમાં દેવાદાર બનીને ખુશ રહેવાની અલગ જ મજા છે.

પતિ પત્ની

પતિ પત્ની
એક બનાવેલો સંબધ,
પહેલા કયારે એકબીજા ને જોયા પણ ન હતા,
હવે આખી જીંદગી એક બીજા ની સાથે,
પહેલા અપરિચીત, પછી ધીરે ધીરે થાય પરીચીત ,ધીરે ધીરે એક બીજાનો અરસપરસ સ્પર્શ, પછી
મજાક મસ્તી, ઝગડો, બોલ ચાલ બંધ,
કયારે જીદ, અહમ નો ભાવ.

પછી આસ્તે આસ્તે બની જતી પ્રેમ પુષ્પો ની માળા પછી એકજીવન, તૃપ્તતા

વૈવાહીક જીવનને પરિપક્વ થવામાં સમય લાગે છે, ધીરે ધીરે જીવન માં સ્વાદ અને મિઠાસ આવે છે.  અથાણુ જેમ જુનુ થાય  તેમ તેનો સ્વાદ  વધતો જાય છે.
પતિ પત્ની એક બીજા ને સારી રીતે સમજવા લાગે છે, વૃક્ષ વધતુ જાય છે, ડાળી વધતી  જાય છે,  ફુલ  આવતા જાય છે, ફળ આવે છે, તેમ સંબધ વધુ મજબુત થતો જાય છે. ધીરે-ધીરે બન્ને ને એકબીજા વગર *સારુ નથી લાગતુ.

ઉમર વધતી  જાય છે,
બન્ને એકબીજા પર અધિક નિર્ભર થતા જાય છે.
એકબીજા વગર એકલતા અનુભવે છે.
પછી ધીરે ધીરે મનમાં ભય નિર્માણ થવા લાગે છે.
એ ચાલી જશે તો હુ કેમ જીવીશ
એ ચાલયા જશે તો હુ કેમ જીવીશ

તેમના મનમાં ધુમરાતા આ સવાલો ની વચ્ચે,
પોતાનુ સ્વતંત્ર અસ્તિત્વ બન્ને ભુલી જાય છે.

કેવો અનોખો સંબધ ?
કોણ કયાં નુ કયાં.
એક અનોખા બંધન થી બંધાઈ
"પતિ પત્ની" બની જાય છે.

Jun 26, 2017

माइग्रेन (आधा सीसी ) का सटीक इलाज

*माइग्रेन का सटीक इलाज*
(आधा सीसी):--सूर्योदय के साथ सिर में दर्द प्रारंभ होता है और दोपहर तक सिरदर्द चरम सीमा तक पहुँचकर रोगी को बेचैन कर देता है। सूय॔ के पश्चिम की ओर जाने के साथ सिरदर्द कम होता जाता है। सूर्योदय के साथ प्रारंभ और सूर्यास्त के साथ समाप्त होने वाले सिरदर्द को एलोपैथी में "माइग्रेन" कहते हैं ।रोगी अंधेरे कमरे में रहने की कोशिश करता है क्योंकि उसे रोशनी में अधिक सिरदर्द होता है। इस रोग में सर्दी लगने, जी मिचलाने, वमन की इच्छा होने, सिर में चक्कर आने के लक्षण भी दिखाई देते हैं। उपाय:--(1) लहसुन 30ग्राम को पीसकर उसका रस निकालें।उस रस में 5रत्ती हींग मिलाकर शीशी में भरकर रखें।इस मिश्रण की एक एक बूँद नाक में डालने से आधासीसी का दर्द नष्ट होता है।(2)रीठे की छाल को जल में डालकर रखें।सुबह उन्हें मसलकर वस्त्र द्वारा छान लें।इस जल की एक-एक बूँद नाक में डालने से दर्द नष्ट होता है।(5) पाँच ग्राम लौंग को जल के साथ पीसकर उसको हल्का सा गर्म करके कनपटि यों पर लेप करने से आधासीसी का दर्द नष्ट होता है।(6) सूर्योदय के पहले गर्म-गर्म जलेबी खाने और दूध पीने से माइग्रेन के दर्द में बहुत लाभ होता है।(7) धनिया और सौंफ 5-5 ग्राम लेकर पीसकर बारीक चूर्ण बना कर उसमें 5ग्राम मिसरी मिलाकर दिन में तीन बार सेवन करने से आधे सिर का दर्द नष्ट होता है।सुबह, दोप हर और शाम को इस मिश्रण को तीन-तीन ग्राम मात्रा में जल के साथ सेवन करें। चावलों की खील 25 ग्राम मात्रा में प्रातःकाल शहद मिला कर खाने से सिरदर्द में बहुत लाभ होता है ।

Jun 25, 2017

ઘંટ વગાડવા વાળો !

ભગવાન કઈ પણ કરી શકે છે,
બસ એમના પર શ્રધ્ધા હોવી જોઈએ....

એક મંદિર હતુ, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવા વાળો  માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો....

ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભગવાનમાં એટલો મસગુલ થઈ જાય કે એને ભાન જ રેહતુ નહી,

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તી ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિર ની  આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસની ભક્તીનાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી....

એક દિવસ મંદિર નુ ટ્રસ્ટ બદલાયુ અને  નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યુ કે આપણા મંદિર માં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને નીકાળી દો,

તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ પોતાની કેબીનમાં બોલાવી કીધુ કે આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી, પેલાએ કીધુ કે મારી ભક્તી જોવો સાહેબ, ટ્રસ્ટીએ કીધુ કે ભણેલા નથી તો નોકરી માં રાખવામાં આવસે નહી,

બીજા દિવસ થી મંદિર માં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પેહલા જેવી મજા આવતી નહી, ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી, ૮,૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા, એ લોકો એ ભેગા થઈ કીધુ કે તમે મંદિર માં આવો, તો એ ભાઈએ કીધુ કે હુ આવીસ તો ટ્રસ્ટી લાગસે કે આ નોકરી લેવા માટે આવે છે માટે હુ આવી શકતો નથી, તો ત્યા આવેલા લોકો એ એને કીધુ કે મંદિર ની એક્ઝીટ સામે તમને એક ગલ્લો ખોલી આપીએ છીએ ત્યા તમારે બેસવાનું  ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનુ પછી કોઈ નહી કે કે તમારે નોકરીની જરુર છે....

હવે એ ભાઈનો ગલ્લો એટલો ચાલ્યો કે એક માથી સાત ગલ્લા ને સાતમાંથી એક ફેક્ટરી ઉભી થઈ ગઈ, હવે એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે,
હવે આ વાત જુની થઈ ગઈ, મંદિરનું  ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ, હવે મંદિરનો  જીણ્ણોદાર કરવાનો હતો, માટે દાનની જરુર હતી, મંદિરના ટ્રસ્ટીઓ એ વીચાર્યુ કે પેહલા આ મંદિરની સામે રહેલ ફ્રેક્ટરી માલીક ને પેહલા વાત કરીએ...

માલીક જોડે ગયા ૭ લાખ નો ખર્ચો છે, એવુ ટ્રસ્ટીઓ એ આ માલીક ને કીધુ, એ માલીકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રીસ્ટીને આપી દીધો, ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ સહી તો બાકી છે, માલીકે કીધુ કે મને સહી કરતા ની આવડતુ, લાવો અંગુઠો મારી આપુ, ચાલી જશે ....

તો પેલાએ ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોકી ગયો કે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, ભણેલા હોત તો ક્યા હોત...

તો પેલા શેઠે હસીને કીધુ કે ભણેલો હોત તો મંદિરમાં ઘંટ વગાડતો હોત ...

કોઇને બદલવા પોતે બદલાવું પડે !

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ.
છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યુ. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યુ, " મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ નહીતર હું મરી જઇશ."
મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યુ, " બેટા. જો તું આવુ કરીશ તો તારે જીંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે." છોકરીએ કહ્યુ, " મમ્મી મને જલદી એ ઉપાય જણાવ."
મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યુ, " હું તને એક દવા આપીશ. એ ધીમુ ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહી જાય." બીજા દિવસે માએ દિકરીને એક દવા આપી. દિકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઇ જશે.
દિકરી સાસરે જવા વિદાઇ થઇ ત્યારે માએ એને કહ્યુ, " બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમ્યાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઇ ટક ટક કરે એ બધુ સાંભળી લે જે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે."
બીજા દિવસથી વહુ સાવ બદલાઇ ગઇ. વાત વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવુ ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધુ. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધુજી ઉઠી.
પિયર જઇને મમ્મીને કહ્યુ, " મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખુબ પ્રેમ કરે છે. હવે એ ખુબ લાંબું જીવે એવુ હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે." મમ્મીએ હસતા હસતા કહ્યુ, " બેટા, હું તારી માં છું અને તારા ઉજવળભાવીનો હંમેશા વિચાર કરુ છું મે તને ઝેરી દવા આપી જ નહોતી એ તો માત્ર શક્તિવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે."
મિત્રો, આપણે કોઇને બદલવા માંગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે......!!!

Bhagvad Geeta : श्रीमद्भगवद्गीता के ३८ अनमोल वचन !

श्रीमद्भगवद्गीता एक ऐसा ग्रन्थ है जिसमे जीवन का पूरा सार दिया हुआ है. 
मनुष्य के जन्म लेने से मृत्यु के बाद के चक्र को श्रीमद्भगवद्गीता में विस्तार से बताया गया है. 
मनुष्य के सांसारिक माया – मोह से निकलकर मोक्ष की प्राप्ति का सूत्र गीता में मौजूद है.....

 महाभारत के युद्ध में श्री कृष्ण ने अर्जुन के द्वारा पूरे संसार को ऐसा ज्ञान दिया जिसे अपनाकर कोई व्यक्ति इस संसार में परम सुख और शांति से अपना जीवन व्यतीत कर सकता है.

01: हमेशा आसक्ति से ही कामना का जन्म होता है.

02: जो व्यक्ति संदेह करता है उसे कही भी ख़ुशी नहीं मिलती.

03: जो मन को रोक नहीं पाते उनके लिए उनका मन दुश्मन के समान है.

04: वासना, गुस्सा और लालच नरक जाने के तीन द्वार है.

05: इस जीवन में कुछ भी व्यर्थ होता है.

06: मन बहुत ही चंचल होता है और इसे नियंत्रित करना कठिन है. परन्तु अभ्यास से इसे वश में किया जा सकता है.

07: सम्मानित व्यक्ति के लिए अपमान मृत्यु से भी बदतर होती है.

08: व्यक्ति जो चाहे वह बन सकता है अगर वह उस इच्छा पर पूरे विश्वास के साथ स्मरण करे.

09: जो वास्तविक नहीं है उससे कभी भी मत डरो.

10: हर व्यक्ति का विश्वास उसके स्वभाव के अनुसार होता है.

11: जो जन्म लेता है उसकी मृत्यु भी निश्चित है. इसलिए जो होना ही है उस पर शोक मत करो.

12: जो कर्म प्राकृतिक नहीं है वह हमेशा आपको तनाव देता है.

13: तुम मुझमे समर्पित हो जाओ मैं तुम्हे सभी पापो से मुक्त कर दूंगा.

14: किसी भी काम को नहीं करने से अच्छा है कि कोई काम कर लिया जाए.

15: जो मुझसे प्रेम करते है और मुझसे जुड़े हुए है. मैं उन्हें हमेशा ज्ञान देता हूँ.

16: बुद्धिमान व्यक्ति ईश्वर के सिवा और किसी पर निर्भर नहीं रहता.

17: सभी कर्तव्यो को पूरा करके मेरी शरण में आ जाओ.

18: ईश्वर सभी वस्तुओ में है और उन सभी के ऊपर भी.

19: एक ज्ञानवान व्यक्ति कभी भी कामुक सुख में आनंद नहीं लेता.

20: जो कोई भी किसी काम में निष्क्रियता और निष्क्रियता में काम देखता है वही एक बुद्धिमान व्यक्ति है.

21: मैं इस धरती की सुगंध हूँ. मैं आग का ताप हूँ और मैं ही सभी प्राणियों का संयम हूँ.

22: तुम उस चीज के लिए शोक करते हो जो शोक करने के लायक नहीं है. एक बुद्धिमान व्यक्ति न ही जीवित और न ही मृत व्यक्ति के लिए शोक करता है.

23: मुझे कोई भी कर्म जकड़ता नहीं है क्योंकि मुझे कर्म के फल की कोई चिंता नहीं है.

24: मैंने और तुमने कई जन्म लिए है लेकिन तुम्हे याद नहीं है.

25: वह जो मेरी सृष्टि की गतिविधियों को जानता है वह अपना शरीर त्यागने के बाद कभी भी जन्म नहीं लेता है क्योंकि वह मुझमे समा जाता है.

26: कर्म योग एक बहुत ही बड़ा रहस्य है.

27: जिसने काम का त्याग कर दिया हो उसे कर्म कभी नहीं बांधता.

28: बुद्धिमान व्यक्ति को समाज की भलाई के लिए बिना किसी स्वार्थ के कार्य करना चाहिए.

29: जब व्यक्ति अपने कार्य में आनंद प्राप्त कर लेता है तब वह पूर्ण हो जाता है.

30: मेरे लिए कोई भी अपना – पराया नहीं है. जो मेरी पूजा करता है मैं उसके साथ रहता हूँ.

31: जो अपने कार्य में सफलता पाना चाहते है वे भगवान की पूजा करे.

32: बुरे कर्म करने वाले नीच व्यक्ति मुझे पाने की कोशिश नहीं करते.

33: जो व्यक्ति जिस भी देवता की पूजा करता है मैं उसी में उसका विश्वास बढ़ाने लगता हूँ.

34: मैं भूत, वर्तमान और भविष्य के सभी प्राणियों को जानता हूँ लेकिन कोई भी मुझे नहीं जान पाता.

35: वह सिर्फ मन है जो किसी का मित्र तो किसी का शत्रु होता है.

36: मैं सभी जीव – जंतुओ के ह्रदय में निवास करता हूँ.

37: चेतन व अचेतन ऐसा कुछ भी नहीं है जो मेरे बगैर इस अस्तित्व में रह सकता हो.

38: इसमें कोई शक नहीं है कि जो भी व्यक्ति मुझे याद करते हुए मृत्यु को प्राप्त होता है वह मेरे धाम को प्राप्त होता है.

ऊं नमो: भगवते वासुदेवाय

Jun 23, 2017

માત્ર એક ઉલટી થી મૃત્યુ

એક કિશોર વય નો છોકરો માત્ર એક ઉલટી થઈ ને મૃત્યુ પામ્યો....

તેનું કારણ અને તારણ ડોકટરો એ આપ્યું શ્વાસ રૂંધાવા થી.

રાત્રે જે રૂમ  માં છોકરો સૂતો હતો તેની સાથે તે જ રૂમ માં તેનો નેનો ભાઈ પણ હતો તેના જણાવ્યા મુજબ
     ભાઈ ને ઉલટી થઈ રહી હતી ત્યારે તે મોઢું બે હાથે દબાવી ને દોડતો બાથરૂમ સુધી ગયો...હતો.. ત્યાં ઉલટી થયા પછી તેને શ્વાસ લેવા માં મૂંઝવણ થઈ રહી હતી.....પછી બસ....

આવી રીતે પથારી ને ફર્શ બગડે નહિ
તે માટે ઉલટી રોકવા  મોઢે હાથ દઈ મોઢું દાબી ને ઉલટી રોકવા થી ઉલટી નું ખરાબ પ્રવાહી શ્વાસ નળી માં ચાલ્યું ગયું ને શ્વાસ રૂંધાવા થી મૃત્યુ થયું......

    જેથી ક્યારે પણ બાળકો ને પથારી ખરાબ થવા ના નામે  ઉલટી રોકવા  ડરાવવા  કે દબાણ કરવું  નહી.

ફર્શ સફાઈ થઈ શકશે બેડશીટગોદડા ધોઈ શકાશે
પણ ...

Jun 19, 2017

કુદરતની કરામત !

ડો.માર્ક વિખ્યાત કેન્સર સ્પેશીયાલીસ્ટ હતા.
એકવાર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. કોઇ ટેકનિકલ ક્ષતીને કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડીંગ
કરવું પડ્યું. આ વિમાન હવે આગળની ઉડાન ભરી શકે
તેમ નહોતું એટલે ડો. માર્કે રીસેપ્શન પર જઇને
આગળની સફર માટે પુછપરછ કરી. રીસેપનીસ્ટે જણાવ્યુ
કે આપને જે શહેરમાં જવું છે ત્યાં જવા માટેની ફ્લાઇટ હવે
12 કલાક પછી જ મળી શકે તેમ છે. જો આપને ઉતાવળ
હોય તો આપ ટેક્સી ભાડા પર લઇને સેલ્ફ ડ્રાઇવીંગ
કરીને જઇ શકો છો.
કોન્ફરન્સમાં પહોંચવું બહુ જ જરૂરી હતુ આથી ડો.માર્ક
આ વિસ્તારથી સાવ અજાણ્યા હોવા છતા ટેકસી ભાડા પર
લઇને નીકળી પડ્યા. જીપીએસ સીસ્ટમ પર તે શહેરમાં 4
કલાકમાં પહોંચી જવાશે એવો સંદેશો જોઇને ડો.માર્કને
હાશકારો થયો. હજુ તો એકાદ કલાક પસાર થયો ત્યાં
જોરદાર વરસાદ અને વાવાઝોડું શરૂ થયુ. જીપીએસ કામ
કરતું બંધ થઇ ગયુ અને ડોકટર સાવ અજાણ્યા
વિસ્તારમાં ફસાઇ ગયા. એમણે ધીમે ધીમે ગાડી
ચલાવવાની ચાલુ જ રાખી.
લગભગ 5-6 કલાકના સતત ડ્રાઇવીંગ પછી પણ ક્યાં
પહોંચ્યા એની કંઇ ખબર પડતી નહોતી. સાવ ઉજ્જડ
વિસ્તાર હતો. એક નાનું મકાન દેખાયુ એટલે ડો.માર્ક
ત્યાં પહોંચી ગયા. એ ખુબ થાકેલા હતા અને ભૂખ પણ
ખુબ લાગી હતી. ઘરમાં જઇને જો કંઇ ખાવાનું હોય તો
આપવા માટે ડો.માર્કે ઘરના માલીકને વિનંતી કરી. માલીક
બહુ માયાળુ સ્વભાવના હતા એમણે તુંરત જ રસોઇ
બનાવી અને નવા અજાણ્યા મહેમાનને જમવા માટે
બોલાવ્યા.
ડો.માર્કની સાથે ઘરનો માલીક પણ જમવા માટે બેઠો.
જમતા પહેલા એ ભગવાનને કંઇક પ્રાર્થના કરતો હતો.
લગભગ 3-4 વખત પ્રાર્થના કરી એટલે ડો.માર્કેને થયુ
કે આ માણસ કોઇ મુશ્કેલીમાં લાગે છે. ડો.માર્કે એ ઘરના
માલીકને પુછ્યુ, " આપ શું પ્રાર્થના કરી રહ્યા છો ? અને
તમને એવુ લાગે છે કે ભગવાનને તમારી આ પ્રાર્થના
સંભળાતી હશે ? "
ઘરના માલીકે કહ્યુ, " હું ઘણા સમયથી નિયમીત
પ્રાર્થના કરુ છું. આજદિવસ સુધી તો ભગવાને મારી
પ્રાર્થનાનો પ્રતિસાદ આપ્યો નથી પણ મને ભગવાન
પર શ્રધ્ધા છે કે એ મારી પ્રાર્થના એકદિવસ જરૂર
સાંભળશે." ડો. માર્કે પુછ્યુ, " પણ તમે પ્રાર્થના શું
કરતા હતા ? " ઘરના માલિકે ખુણામાં રહેલી એક પથારી
બતાવીને કહ્યુ , " આ મારો દિકરો છે એને કેન્સર છે અને
આ એ પ્રકારનું કેન્સર છે જેની સારવાર માર્ક નામના
કોઇ ડોકટર જ કરી શકે તેમ છે. એની પાસે જવાના કે
સારવાર કરાવવાના મારી પાસે કોઇ પૈસા નથી આથી હું
રોજ ભગવાનને પ્રાર્થના કરુ છું કે એ કોઇ મદદ કરે અને
મારા દિકરાને રોગ મુકત કરે."
ડો. માર્કની આંખો પહોળી થઇ ગઇ. ક્યાં જવા નીકળ્યા
અને ક્યાં પહોંચી ગયા એ સમગ્ર ઘટના એની સ્મૃતિપટ પરથી પસાર થઇ અને એટલુ જ બોલ્યા, " ખરેખર ભગવાન મહાન છે અને હદયથી થયેલી પ્રાર્થના સાંભળે જ છે. "

મિત્રો, આપણા જીવનમાં બનતી તમામ ઘટનાઓ માત્ર અકસ્માતો નથી હોતા દરેક ઘટનાઓમાં કુદરતની કોઇ કરામત હોય છે..

કર્મ રૂપી ફળ !

એક વખત એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓ આવ્યા એટલે રાજાએ કહ્યુ , " મારે આજે તમને પ્રજા માટે એક નાનું કામ સોંપવું છે.તમે આપણા બગીચામાં જાવ અને સારા સારા ફળનો એક કોથળો ભરીને લઇ આવો. આ કોથળો ભરીને તમે જે ફળ લાવશો એ હું જરુરીયાત વાળા લોકોને અપાવી દઇશ.
            "પ્રથમ મંત્રીએ વિચાર્યુ કે રાજા માત્ર ભરેલો કોથળો જ જોવાના છે એમાં શું છે.એ જોવાની રાજાને ક્યાં ફુરસદ હશે.માટે એણે તો ઘાસ-કચરો જે મળ્યુ તે ભેગુ કરીને કોથળો ભરી દીધો.
           બીજો મંત્રી પણ બગીચામાં ગયો અને વિચારવા લાગ્યો, " હું મહેનત કરીને જો ફળ એકઠા કરીશ તો એ ફળ રાજા ક્યાં ખાવાના છે એ તો પ્રજામાં વેંચી દેવાના છે.તો પછી ખોટી મહેનત શું કરવી." એણે ઝાડ પર ચડીને ફળો તોડવાને બદલે નીચે પડેલા અને સડી ગયેલા ફળો એકઠા કરીને પોતાનો કોથળો ભરી લીધો.
          ત્રીજો મંત્રી બગીચામાં ગયો. એને રાજાની આજ્ઞાનું પાલન કરીને પ્રજા માટે સારા-સારા ફળો એકઠા કર્યા આ માટે એને ખુબજ મહેનત કરવી પડી પણ રાજાની આજ્ઞા હતી આથી એણે પ્રજા માટે પાકા અને સારા ફળો ભેગા કર્યા.
              ત્રણે મંત્રીઓ પોતાના કોથળાઓ ઉપાડીને દરબારમાં ગયા એટલે રાજાએ હુકમ કર્યો કે હવે દરેક મંત્રીને એમના કોથળા સાથે જુદા જુદા ઓરડાઓમાં બંધ કરી દો.  એક મહિના સુધી આ મંત્રીઓના ઓરડાના દરવાજાઓ ખોલવાના નથી અને એને કંઇ જ ખાવાનું પણ આપવાનું નથી પ્રજા માટે ભેગા કરેલા ફળો હવે એમને જ ખાવાના છે.

મિત્રો , ભગવાન પણ એ જ રાજા છે અને આપણે બધા એના મંત્રીઓ આપણા કર્મ રૂપી ફળો એકઠા કરવા આ જગત રૂપી બગીચામાં આપણને મોકલ્યા છે કેવા ફળ ભેગા કરવા એ આપણે નક્કી કરવાનું છે પણ એટલુ તો પાક્કુ જ છે કે આપણે ભેગા કરેલા ફળનો કોથળો આપણને મળવાનો છે.તો જાજુ વિચારીને જ  સારું કર્મ કરીયે ને સુખની પ્ર!પ્તિ કરીયે.......

दाम्पत्य जीवन !


जिंदगी हसाये तब समझना कि अच्छे कमोँ का फल मिलरहा है,और जब जिंदगी रूलाये तो तब अच्छे  कमँ करने समय आ गया है!!
 

एक आदमी ने बहोत ही सुंदर लड़की से
ब्याह किया।वो उसे बहोत प्यार करता था।
अचानक उस लड़की कोचर्मरोग हो गया
कारण वश उसकी सुंदरता कुरूपता में
परिवर्तित होने लगी। अचानक एक दिन
सफर में दुर्घटना से उस व्यक्ति के आँखों
की रौशनी चली गई।

दोनों पति-पत्नी की जिंदगी तकलीफों के
बावजूद भी एकदूसरे के साथ प्रेम पूर्वक
चल रही थी।दिन ब दिन पत्नी अपनी
सुंदरता खो रही थी पर पति केदेख न पाने
के कारण उनके प्यार में कोई कमी नही
आ रही थी ।

दोनों का दाम्पत्य जीवन बड़े प्यार से चल
रहा था। रोग के बढ़ते रहने के कारण पत्नी
की मृत्यु हो गई।

पति को बहोत दुःख हुआ और उसने उसकी
यादों के साथ जुड़ा होने के कारण उस शहर
को छोड़ देने का विचारकिया।

उसके एक मित्र ने कहा अब तुम पत्नी के बिना
सहारे अंजान जगह अकेले कैसे चल फिर
पाओगे ? उसने कहा मैं अँधा होने का
नाटक कर रहा था,क्यों की अगर मेरी पत्नी
को ये पता चल जाता की मैं देख सकता हूँ
तो उसे अपने रोग से ज्यादा कुरूपता पर
दुःख होता और में उसे इतना प्यार करता था,
की किसी भी हालत में उसे दुखी नही देख
सकता था। वो एक बहोत ही अच्छि पत्नी
थी और मैं उसे हमेशा खुश देखना चाहता था।

सिख:

कभी कभी हमारे लिए भी अच्छा है कि
हम कुछ मामलों में अंधे बने रहें, वही हमारी
ख़ुशी का सबसे बड़ा कारणहोगा।

એક પુત્ર આવો પણ !

એક પુત્ર આવો પણ
(બે મિનિટનો સમય કાઢીને પૂરી વાર્તા વાંચજો જેથી તમે સમજી શકો)

“મોમ, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.” લગભગ 32 વર્ષના, અવિવાહિત ડૉક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું.

“દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે?” માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું.

“મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો વાત છે.” સુદીપ જણાવ્યું હતું.

“જેવી તારી મરજી”, મરેલા અવાજમાં માતાએ કહ્યું. બે દિવસમાં સુદીપ તેની માતા પ્રભાદેવીને પડોશી શહેરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

શરુ શરુમાં વૃધ્ધાશ્રમમાં દરેક વૃદ્ધનાં ચહેરા પર જીવન માટે હતાશા અને નિરાશા હોય છે. પરંતુ, પ્રભાદેવીના ચહેરા પર આવા કોઈ પણ નિરાશાની કરચલી સુધ્ધાં ન હતી.

એક દિવસ કેટલાક વૃધ્ધ આશ્રમમાં તેમની નજીક વાત કરી રહ્યા હતા. એમાં બે-ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંથી એક બોલી ઊઠી કે, “ડોક્ટરના કોઈ સગાસબંધી ન હતા જે તેમને અહી મૂકી ગયા?”

ત્યાં જ એક યુવતી બોલી, “પ્રભા દેવીના પતિનું મૃત્યુ યુવાનીમાં જ થઈ ગયું હતું. અને, તેમના મૃત્યુ વખતે સુદીપ આશરે ચારેક વર્ષનો હતો. પ્રભા દેવી અને તેમના પુત્રને રહેવા અને જમવાના ફાંફા પડી ગયા હતા. ત્યારે કોઈ પણ સગાંએ તેમની મદદ નહતી કરી. પ્રભા દેવીએ બીજાનાં કપડા સીવીને દીકરાનું ભણતર પૂરું કર્યું હતું. દીકરો પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતો એટલે જ તો ડોક્ટર બની શક્યો. હવે આવામાં કયા સગાને ત્યાં સુદીપ મૂકવા જાય?”
એક દિવસ, પ્રભાદેવીએ 6 મહિના પછી આશ્રમની ઓફીસના સંચાલક રામ કિશન શર્માના ફોનથી સુદીપના મોબાઇલ પર ફોન કર્યો. “સુદીપ, તું ભારતમાં આવી ગયો છે કે હજુ ઇંગ્લેંડમાં જ છે?”

‘મમ્મી, હજુ ઇંગ્લેંડમાં જ છું.’ સુદીપનો જવાબ હતો.

ત્રણ-ત્રણ ચાર-ચાર મહિને પ્રભાદેવી સુદીપને ફોન કરતી અને દર વખતે તેનો એક જ જવાબ હતો, ‘મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ છું.’

એમ કરતા કરતા લગભગ બે વર્ષ પસાર થવા આવ્યા. હવે વૃધ્ધાશ્રમમાં લોકો કહેવા લાગ્યા કે, “કેવો હોંશિયાર પુત્ર નીકળ્યો, કેવી છેતરપિંડીથી તેની માતાને છોડીને જતો રહ્યો!” આશ્રમના જ એક વૃદ્ધે કહ્યું કે, “મને નથી લાગતું નથી કે ડોક્ટર વિદેશ-પિદેશ ગયો હોય, તે તો માત્ર આ વૃદ્ધ સ્ત્રીથી છૂટકારો મેળવવા માગતો હતો.”

પછી અન્ય એક વૃદ્ધે જણાવ્યું હતું કે, “પરંતુ તે તો પરણેલો પણ ન હતો!” “અરે! હશે કોઈ ગર્લફ્રેન્ડ કે જેણે કીધું હશે કે પહેલા આ ડોશીની રહેવાની સગવડ કર પછી જ પરણીશું.”

બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યા પછી પ્રભાદેવીને પણ પોતાના નસીબની ખબર પડી ગઈ. દીકરાનું દુઃખ તેમને અંદર ને અંદર જ કોરી ખાતુ હતું. બીજા બે વર્ષ પસાર થયા પછી પ્રભાદેવીનું મૃત્યુ થઈ ગયું. વૃદ્ધાશ્રમનાં લોકોએ સંચાલક શર્માજીને કહ્યું, “તેમની મૃત્યુના સમાચાર તેમના દીકરાને તો આપી દો. અમને તો નથી લાગતું કે એ વિદેશમાં હોય, હશે આપણા જ દેશમાં.”

“આમના દીકરાને હું કેવી રીતે ખબર આપું? એના મૃત્યુને તો ત્રણ વર્ષ થઈ ગયા!” શર્માજીની આ વાત સાંભળીને ત્યાં ઉભા લોકોને ચક્કર આવી ગયા. તેમનામાંથી એક બોલ્યો, “જો તમને ખબર હતી અને તમે કહો છો એ સાચું છે તો પ્રભાદેવી મોબાઈલમાં કોની સાથે વાત કરતા હતાં?”

“તેના દીકરાનો મોબાઇલ તો મારી પાસે છે જેમાં તેના દીકરાની રેકોર્ડ કરેલી અવાજ છે.” શર્માજી બોલ્યા.

“પણ આવું કેમ?” કોઈકે પૂછ્યું.

ત્યારે શર્માજી બોલ્યા, આશરે ચાર વર્ષ પહેલા જયારે સુદીપ તેની માતાને અહી મૂકવા આવ્યો ત્યારે મને કહ્યું હતું કે,
“શર્માજી મને બ્લડ કેન્સર છે. એક ડોક્ટર હોવાના લીધે મને ખબર છે કે તેના છેલ્લા સ્ટેજમાં મને ખૂબ જ તકલીફ થવાની છે. મારા મોં તેમજ દાઢીમાંથી લોહી પણ નીકળશે. મારી આ હાલત મારી મમ્મીથી નહીં દેખાય. તે જીવતા જીવતા જ મરી જશે. મારે તો મરવાનું જ છે પણ, હું નથી ઇચ્છતો કે મારા પહેલા મારી મમ્મી મરી જાય. મારા મરણ પછી અમારો ૨ રૂમનો નાનકડો ફ્લેટ અને બીજી વસ્તુઓ આશ્રમના નામે કરી દઈશ પણ તમે મારી માતાનું ધ્યાન રાખજો.”

આ સાંભળીને ત્યાં ઉભેલ દરેકની આંખો ભીની થઈ ગયી.

પ્રભાદેવીના અંતિમસંસ્કાર આશ્રમના જ એક ભાગમાં કરવામાં આવ્યા. તેમના અંતિમસંસ્કારમાં આશ્રમમાં રહેતા વૃદ્ધોના પરિવારને પણ બોલાવવામાં આવ્યા.

મા-દીકરાની અતૂટ અને અનમોલ પ્રેમની વાર્તાની જ અસર હતી કે અમુક દીકરાઓ તેમના માતા-પિતાને પાછા ઘરે લઇ ગયા.

તમને આ વાર્તા ગમી? 

દીકરી !

આજ મારે ઘરે સોના નો સુરજ  ઉગ્યો ,  ઘણા સમય પછી મારે ઘરે દીકરી બા પધાર્યા , મારે ત્યા આજ ફાગણ મહીને  દિવાળી ઉજવાણી .
     
      બેન બા તો બધા ના માનીતા થઈ ગયા, જોત જોતા
મા મોટા થઈ ગયા, ઝબલા પેરતા પેરતા ફ્રોક પેરતા થઈ ગયા , ઓરડા મા રમતા રમતા ઓસરી મા ને ફળીયા મા
રમતા થઈ ગયા ,
     
      ધીરે ધીરે  KG માથી નર્સરી મા અને એક બે પાંચ સાત ધોરણ પાસ થઈ ગયા , હાઇસ્કૂલ કોલેજ પુરૂ કરી
ઘરના બધા કામ કરતા થઈ ગયા, પપ્પા ને જાણે સાવ
ઓળઘોળ થઈ ને મોટા થતા ચિંતા થવા લાગી ,

       યોગ્ય મુરતિયા ની તપાસ શરૂ થઇ  સારૂ ઘર અને વર
જોઇ ને પપ્પાએ થોડો નિરાંત નો શ્ર્વાસ લીધો ત્યાં તો ઢોલ ધડુક્યા શરણાઈ  ના સૂર ટેં ટેં ટેં વાગવા મંડાણા ,બેન ને લેવા દેવા ના લિસ્ટ લખાઇ ગયા અને ખરીદી થાવા
લાગી કંકોત્રી લખાવા માંડી રૂડા મંડપ રોપાણા ઘરે સાંજી
ના ગીત શરૂ થઈ ગયા .
     
       પીઠી ચોળાઇ ગઈ  દિકરી મારી ભારમા આવી ગઇ,
જાન આવવા નો વખત થયો , જાન આવી ગઇ મારી જાન
લેવા નાચગાન જમણવાર શરૂ થઈ ગયા, કન્યા પધરાવો
સાવધાન ના શબ્દો સંભળાણા , બાપની છાતી થડક
ઉથડક થાવા મંડાણી રૂડા કન્યા ના દાન  દેવાણા ,ચોરી ના ફેરા ફરવાની શરૂઆત થઈ જવતલીયો જવતલ હોમે છે , મહાજન ને બોલાવી ઉત્તર દેવાની તૈયારી થઈ ગઇ, વેવાઇ ને શાલ પેરામણી ની વિધી થઈ ગઇ .

        હવે કસોટી ની ઘડી આવી દીકરી મામા કાકા ફોઇ
બેનપણી ભાઇ ભાભી મા ને મળી ને જ્યા ધીરા ધીરા ડગલા ભરતી બાપ ને ગળે આંકડીયા ભીડી ગઈ, બાપની આંખ માથી શ્રાવણ ભાદરવા ની હેલી મંડાણી, દીકરી બાપને વળગી પડી , મરદ બાપ આજ ઢીલો પડી ગયો ,
દીકરી ને વળાવી ને બાપ ઢગલો થઈ બેસી પડ્યો .

        બેન બા એના ઘર ને મુકી એના ઘરે ગયા અને સાવ
ગળાડૂબ થઈ ગયા , રોજ સવાર સાંજ ફોન આવે પપ્પા
સાથે વાત કરે , પછી બે દિવસે ફોન આવે , પછી અઠવાડિયે ફોન આવે પછી  તો સમય મળે મળવા આવે
રોકાવા નુ કહે બધા તો બેન કહે અરે મારે ઘરે મારે કેટલા
બધા કામ છે , પછી ક્યારેક આવીશ .

       આમને આમ દિકરી એના સંસાર મા ખોવાઈ ગઈ  ,
બાપ યાદ કરે , કાઇ ને કાઇ મોકલાવે વાર તહેવારે દેવાય
એટલુ દઇ બાપ રાજી થાય.

       દિકરી તો પારકી થાપણ કહેવાય એતો બાપ નો શ્વાસ છે , જેમ શ્ર્વાસ લઈ ને છોડવો પડે એમ કાળજા
નો કટકા ને જીવન ભર યાદ કરતા રેવુ પડે .....

      આ છે દિકરી અને બાપ નો સબંધ

પપ્પા એટલે ?

*આ પપ્પા એટલે ?*

*પપ્પા એટલે ખાલી એક નામ ? પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ?પપ્પા એટલે ખાલી એક પદ ? પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ ? ના ….*
*પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...*

*આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...*

*આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માંટે નોમીનેટ કરીયો જ નથી.*

*"ખબરદાર જો આમ કર્યુ છે તો... આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે.. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.*

*ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.*

*બાકી પપ્પાતો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.*

*ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ" જ સરી પડે છે.. જે એ વાત ની સાબીતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે સાહેબ પણ જીવનની અધરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.*

*પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાની માં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉમ્મંરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.*

*કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમજ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે.*

*આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માંટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયા જંયા એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ..*

*બુધ્ધીનુ બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે.. આ કારણોસર એ મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.*

*આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ સુવાક્ય..*

*આ પપ્પા એટલે અકબર બાદશાહની વાતોમાં રહેલી પેલી બીરબલની શીખ ..જે જીવતા શીખવાડે..*

*આ પપ્પા એટલે રાત્રે જંયા સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ..*

*આ પપ્પા એટલે મમ્મી કરતા પણ વધૂ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ*

*આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ*

*આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય*

*આ પપ્પા એટલે આપણને કદિયે પડી ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...*

*આખરે પપ્પા ઍટલે પપ્પા… બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધ્ધુજ...*

*હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણી નું સરનામું જીંવત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી જોજો....*
 *એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..*

Dedicated  to All father...
HAPPY FATHER'S DAY

Jun 18, 2017

તમારે શું બનવાની ઇચ્છા છે ?

...શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી
 હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ...
 હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

 વિમલએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”હીરલ શું થયું? કેમ રડે છે ?”

હીરલ:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું    ગૃહકામ આપ્યું હતું.

વિમલએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

હીરલ:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

વિમલએ આશ્ચર્ય સાથે હીરલને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં હીરલએ કહ્યું:

"તો સાંભળો ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
 એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
 કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
 તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
 ..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

હીરલ નોટમાંથી આ વાંચતી હતી એને વિમલ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે હીરલને પૂછ્યું:“હીરલ,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે હીરલએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર કર્તવ્ય... !”